October 19, 2024

તા.૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ૧૮૧ મહિલા અભયમ થકી મહિલા સુરક્ષા અને સશક્તિકરણમાં ગુજરાત ‘આદર્શ રાજ્ય’રાજ્યમાં ૧.૬૫ લાખથી વધુ મહિલાઓએ જરૂરી મદદ અને માર્ગદર્શન મેળવ્યાસુરત જિલ્લાની ૧૧૯૫૭ મહિલાઓને ભયમુક્ત કરતી ‘અભયમ ટીમ’

Share to


—-
સુરત:સોમવાર:- દેશ અને દુનિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ મહિલાઓને સામાજિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને અન્ય રીતે મદદ કરતી હોય છે. સરકારની બહુ જૂજ સંસ્થાઓ હોય છે જેઓ મહિલાઓના અધિકારો અને તેમના ઉત્થાન માટે કામગીરી કરતી હોય. પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકારી એવી ૧૮૧ મહિલા અભયમ સંસ્થા છે, જે આગવી કામગીરી કરીને મહિલાઓને તમામ પ્રકારના ભયથી મુક્ત કરવામાં હંમેશા અગ્રેસર રહી છે.
વર્ષ ૨૦૨૧ની વાત કરીએ તો રાજ્યમાં ૧.૬૫ લાખથી વધુ મહિલાઓએ ૧૮૧ અભયમની મદદ લીધી છે. મહિલાઓના હકારાત્મક જીવન માટે અને તેમની સમસ્યાનો હલ માટે મહિલા અભયમ હમેશા ખડે પગે રહી છે. એકલા સુરત જિલ્લાની વાત કરીયે તો વર્ષ-૨૦૨૧માં ૧૧૯૫૭ મહિલાઓએ અભયમની મદદ મેળવી મુશ્કેલીમાંથી બહાર આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં વર્ષ-૨૦૨૧ દરમિયાન જરૂરિયાતમંદ મહીલાઓ તરફથી ૧૧૯૫૭ સર્વિસ કોલ મળ્યાં હતા, જે પૈકી સ્થળ પર રેસક્યુ કરી ૨૬૮૪ મહીલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવની કામગીરી કરવામાં આવી હતી. જયારે પારિવારિક વિખવાદમાં ૧૬૮૨ કેસમા સમાધાન અને અસરકારક કાઉન્સેલિંગ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય કેસમા ઘરેલું હિંસાના ૫૭૩૭, લગ્નેત્તર સબંધના ૯૬૨, માનસિક હેરાનગતિ ૧૦૫૨, શારીરિક પીડા પહોંચાડવી કેસના ૨૧૮, આત્મહત્યાના વિચારોમાંથી મુક્ત કરાવવાના ૪૪, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના ૨૪૭, કામકાજના સ્થળે જાતિય સતામણીના ૫૨, ખોવાયેલ વ્યક્તિને પરિવાર સુધી કે આશ્રય અપાવવાના ૭૩ અને અન્ય પ્રકારના કેસોમાં સુખદ સમાધાનકારી અને સરકારશ્રીની અન્ય એજન્સીઓ સાથે જોડાણ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું છે.
રાજ્યની મહિલાઓને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના અદ્યતન ટેકનોલોજી સાથે અભયમ સેવાઓ ત્વરિત પિડીત મહિલા સુઘી પહોચાડે છે. અત્યાર સુઘી સ્માર્ટ મોબાઈલ ૧,૧૪,૭૮૩ મહિલાઓએ પોતાનાં સ્માર્ટ મોબાઈલમાં અભયમ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને ૬૦૦૦ મહીલાઓએ જરૂરિયાતના સમયે સંપર્ક કરીને મદદ મેળવી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી ૯,૭૬,૦૦૦ સર્વિસ કોલથી મુશ્કેલીમાં મુકાયેલી મહીલાઓને સ્થળ પર પહોચી અભયમ રેસ્કયુ દ્વારા મદદ, માર્ગદર્શન અને બચાવ કરાયો છે.
ચિફ ઓપરેટિંગ ઓફિસર, GVK EMRI શ્રી.જશવંત પ્રજાપતિએ રાજયના ૬.૩ કરોડ ગુજરાતીઓને મહિલા દિનની શુભકામના આપતા જણાવ્યું કે “ગુજરાત સરકાર દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં ખુબ મહત્વની સેવા સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.” વધુમાં તેમણે ગુજરાત સરકારનો આભાર અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઈન તરીકે પ્રસ્થાપિત થઇ છે, તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બન્યું છે.”
 કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
 મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
 શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
 લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
 જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
 કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
 માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
 આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો


Share to

You may have missed