પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ડી એન એસ ન્યૂઝ 02-03-22 ભરૂચ
ઝઘડિયાની બોરોસીલ કંપની ની આગળ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા વધી…
ઝઘડિયા થી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઇવે પર બોરોસિલ લિમિટેડ કંપની આવેલી છે, બોરોસીલ કંપની આગળ બોરોસીલ કમ્પની માંજ મટીરીયલ ખાલી કરવા આવેલા મોટા મોટા કન્ટેનરો સ્ટેટ હાઇવે પર આડેધડ પાર્ક કરવામાં આવે છે, આડેધડ પાર્ક કરેલા વાહનો થી સ્ટેટ હાઇવે પર ચાલતા અન્ય વાહનોને અવર જવરમાં મુશ્કેલી સર્જાય છે જેથી ટ્રાફિક જામની સમસ્યા વધે છે,ઝગડીયા GIDC માં પાર્કિંગ ની વ્યવસ્થા હોવા છતાં ત્યાં વાહનો પાર્ક ના કરતા બોરોસીલ કંપનીમાં મટિરિયલ ખાલી કરવા અને ભરવા આવતા મોટા મોટા કન્ટેનરો જાહેર રસ્તા પર પાર્ક કરવાથી ધોરીમાર્ગ પર પરથી અવરજવર કરતા અન્ય વાહનોને ભારે મુશ્કેલી સર્જાય છે,
હાલમાં સ્ટેટ હાઇવે પર રીપેરીંગની કામગીરી ચાલી રહી છે જેથી કેટલાંક સ્થળોએ ડાયવર્ઝન આપેલા છે તો એક તરફ માર્ગના સમારકામની કામગીરી પણ ચાલી રહી છે અને બીજી તરફ આ કંપની દ્વારા જાહેર માર્ગ પર જ આ વાહનો ટ્રાફિકને અડચણ રૂપ થાય એ રીતે આડેધડ પાર્ક કરવામાં આવે છે જેથી ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ વધારો થયો છે, જેથી અકસ્માતનો ભય પણ વધ્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જતા લોકો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે તેમજ ઝઘડિયા GIDC માં હજારો લોકો રોજગાર અર્થે તથા માલ સામાન લઈ મોટા વાહનો પણ અહીંથીજ પસાર થાય છે જેઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે , જેથી કરી લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અને આવી કંપની ઓ સામે કર્યવાહી કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે,
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો