November 21, 2024

બોડેલી ખત્રી વિદ્યાલય શાળામાં કારકિર્દી માર્ગદર્શન નો સેમીનાર યોજાયો ભવિષ્યમાં વિદ્યાર્થી પોતાની રસ અને રુચિ પ્રમાણે પોતાનો ફિલ્ડ પસંદ કરી શકે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું,

Share to



ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી મુકામે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરાની નામાંકન યુનિવર્સિટી આઈ.ટી.એમ.વોકેશનલ યુનિવર્સિટી તથા કેરિયર હેલ્પલાઇન સંસ્થા ના તાજજ્ઞો અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ ના રસ અને રુચિ મુજબ વિવિધ કોર્ષમાં એડમિશન લઈ પોતાની કારકિર્દી ઘડે તથા ધોરણ 12 કારકિર્દી વર્ષ હોય ઘણા બધા વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કયા કોર્ષમાં જોડાવવું તેની મૂંઝવણ હોય છે અને વિદ્યાર્થીના કારકિર્દીની પસંદગીમાં જ્ઞાન ન હોય પોતાની ક્ષમતા અનુસાર જે તે કોર્ષમાં વિદ્યાર્થી એડમિશન લઈ પોતાની કારકિર્દી ઘડેતે હેતુસર શાળાના આચાર્ય શ્રી યુ. વાય.ટપલાએ આ સેમિનારનું આયોજન કરાવ્યુ હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી અંગે પ્રશ્નોત્તરી અને દક્ષેશભાઈ પ્રજાપતિ તથા પ્રો.અપુર્વ પટેલ અને અલ્પેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરવામાં આવી અને ભવિષ્યમાં વિદ્યાર્થી પોતાની રસ અને રુચિ પ્રમાણે પોતાનો ફિલ્ડ પસંદ કરી શકે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી અલ્પેશભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed