ઝઘડિયા જીઆઇડીસી ની બી. ઇ.સી. ફર્ટીલાઈઝર કંપની નજીક ટ્રક ચાલકે એક ઇસમને ટક્કર મારતા કરૂણ મોત નિપજવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુભાષ જયનાથ સરોજ ઝઘડીયા જીઆઇડીસીની વેલીયન્ટ કંપનીમાં કામ કરવા ચાલતા – ચાલતા જતા હતા તે વખતે બી.ઈ.સી. કંપની નજીક એક ટેન્કર ટ્રક જેનો નંબર GJ – 16 – AU – 7356 ના ચાલક સૌરભભાઇ સીતારામ તીવારીએ પોતાનું ટેન્કર – ટ્રક પુર – ઝડપે અને ગફતલ ભરી રીતે હંકારી સુભાષ જયનાથ સરોજને ટકકર મારી ડાબા હાથે ચામડી છોલાટ તથા પીઢના ભાગે ચામડી છોલાઇ ગયેલ હતી અને પેટમાં મુઢ માર વાગતા સુભાષ નું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી અક્સ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
રિપોર્ટર:-સતીસ વસવા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો