November 24, 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તા.૧૩ મી ની મોકૂફ રહેલી એ પરિક્ષા સંદર્ભે કેટલાંકનિયત્રંણો લાદતું એ જાહેરનામું રદ કરાયું

Share to



રાજપીપલા,શુક્રવાર :- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજીત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ સેવા વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૧૫૦/૨૦૧૮-૧૯) ની જગ્યાઓની ભરતી માટે પરીક્ષા તા.૧૩/૦૨/૨૦૨૨ ના રોજ સવારના ૧૨.૦૦ કલાકથી બપોરના ૦૨.૦૦ કલાક સુધી નર્મદા જિલ્લાના ૨૨ પરિક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર હતી. જે અન્વયે સદર પરિક્ષાઓની વિશ્વસનિયતા વધે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય તે માટે પરીક્ષાને લગતા કોઈ સાહિત્ય, પ્રશ્નપત્ર, જવાબવહી, કાપલીઓની ઝેરોક્ષ ન થાય તે આશયથી નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરીક્ષાલક્ષી સાહિત્યની ઝેરોક્ષ નકલ કાઢવા પર પ્રતિબંધ મુકવા તથા સદર પરીક્ષા કેન્દ્ર સ્થળો પર બેસતા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીના તા.૦૯/૦૨/૨૦૨૨ થી જાહેરનામું બાહર પાડવામાં આવેલ હતું. જે સંદર્ભે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૦/૦૨/૨૦૨૨ ના ઇ-મેઇલથી તા.૧૩/૦૨/૨૦૨૨ ના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ સેવા વર્ગ-૩ સંવર્ગની પરિક્ષા વહિવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે તેમ જણાવેલ છે. જેથી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીના તા.૦૯/૦૨/૨૦૨૨ નું ઉક્ત જાહેરનામું રદ કર્યું છે, જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા જણાવાયું છે.


Share to

You may have missed