(ઈકરામ મલેક દ્વારા) : નર્મદા
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના મુજબ એક્શન મા આવેલી નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નર્મદા જિલ્લા ના આમલેથા પો.મથક ની હદ માંથી 2 ઈસમો ને દેશી બનાવટ ની ગેરકાયદેસર બંદૂક રાખવા ના આરોપસર પકડી લેવામાં આવ્યા છે.
પ્રથમ ગુના મા તારીખ 10 ફેબ્રુઆરી ના રોજ આમલેથા પોલીસ મથકે દાખલ ગુના ની માહિતી મુજબ LCB પોલીસ ના માણસો ને મળેલી માહિતી ને આધારે કકડવા ગામે રહેતા ઉમેદ લલ્લુભાઇ વસાવા નાઓ ના ઘરે તપાસ કરતા લાયસન્સ વગર ની દેશી બનાવટ ની લોડ કરેલી 2 બંદૂકો મળી આવતા આરોપી સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
બીજા ગુના મા આમલેથા પો. મથક ના હદ વિસ્તારમાં આવતા ઢોચકી ગામે રહેતા શકરા ભાઈ કંચનભાઈ વસાવા ના ખેતર માંથી દેશી બનાવટ ની લાયસન્સ વગર ની બંદૂક મળી આવતા આરોપી સામે આર્મ્સ એકટ હેઠળ આમલેથા પોલીસ મથકે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
આમ નર્મદા જિલ્લા LCB દ્વારા 2 દિવસ મા આમલેથા પોલીસ મથક ની હદ માંથી 3 દેશી બનાવટ ની બંદૂકો સાથે 2 આરોપીઓ ને ઝડપી લેવામાં આવ્યા છે.
More Stories
જૂનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્યભાસ્કર – જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે Drawing Against Drugs” નુ આયોજન કરવામાં આવ્યું
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો