November 24, 2024

જૂનાગઢ માં રાત્રીના સમયે ધરમાંથી 40 તોલા સોનાના દાગીના સહિત રૂપિયા, 20,88,500/- ની લૂંટ કરનાર બે આરોપીઓને પકડી પાડતી જૂનાગઢ પોલીસ

Share to




💫 _જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા સવજીભાઈ ગોકળભાઈ મકવાણા જાતે દેવીપૂજક ઉવ. 70 તા. 09.02.2022 ના રોજ રાત્રીના સમયે કલાક 2.00 વાગ્યે પોતાના ઘરે એકલા સુતા હતા, દરમિયાન આરોપીઓ (1) રાહુલ રમેશભાઈ દેવીપૂજક અને (2) ભરત પ્રેમજીભાઈ કોળી રહે. બંને મજેવડી ગામ તા. જુનાગઢ એ ગુન્હો કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ કરી, ફરિયાદી નિંદ્રાધીન હાલતમાં સુતેલ હોય, તેના ઉપર બેસી, મોઢા ઉપર ઢીકા મારી, મારી નાખવાના ઇરાદે પગ પકડી, ગળું દબાવી, મોઢા ઉપર કપડાનો મૂંગો દઈ, મારી નાખવાની ધમકી આપી, રોકડ રૂ. 8,78,000/- સોનાના 40 તોલા દાગીના કિંમત રૂ. 12,00,000/- ચાંદીના 200 ગ્રામ દાગીના કિંમત રૂ. 10,000/- મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 20,88,500/- ની લૂંટ કરવામાં આવેલ હોઈ, ફરિયાદી સવજીભાઈ ગોકળભાઈ મકવાણા દ્વારા બીજા દિવસે હોસ્પિટલમાં સારવારમાં ભાનમાં આવતા, તાલુકા પોલીસ સ્તવશન ખાતે ફરિયાદ કરતા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહિલ તથા સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ હતી……_

💫 _જૂનાગઢ રેંજના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ શેટ્ટી* દ્વારા *સિનિયર સીટીઝન સાથે બનેલ માતબર રકમના લૂંટ અને ખૂનની કોશિશના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ,* ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી….._

💫 _ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, ડી.જી.બડવા, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ તથા સ્ટાફના હે.કો. રામભાઈ, વિજયભાઈ, રાહુલભાઈ, જાદવભાઈ, વિક્રમભાઈ પરમાર, સુભાષભાઈ, સાહિલભાઈ શમાં, વિક્રમભાઈ, યશપાલસિંહ, દેવશીભાઈ, ભરતભાઇ, ભદ્રેશભાઈ, પો.કો. જૈતાભાઈ, સહિતના માણસોની જુદી જુદી બે ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમી આધારે *આરોપીઓ (1) રાહુલ રમેશભાઈ સોલંકી જાતે દેવીપૂજક ઉવ. રહે. મજેવડી ગામ તા. જી. જૂનાગઢ તથા (2) ભરત પ્રેમજીભાઈ દલસાણીયા જાતે કોળી ઉવ. રહે. મજેવડી ગામ તા. જી. જૂનાગઢ* ને તાત્કાલિક રાઉન્ડ અપ કરી, પૂછપરછ કરતા, આ ગુન્હામાં (3) રઝીયાબેન ઉર્ફે હાજુબેન યુનુસભાઈ ફકીર રહે. ત્રાકુંડા ગામ તા. ગોંડલ જી. રાજકોટ તથા (4) દિનેશ મણીભાઈ દેવીપૂજક ઉવ. રહે. મજેવડી ગામ તા. જી. જૂનાગઢની સંડોવણી પણ ખુલવા પામેલ હોઈ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ બંને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે. પકડાયેલ બંને આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન લૂંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ રૂ. 70,000/- તેમજ ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ સહિત કુલ રૂ. 2,90,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે….._

💫 _પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે અને બાકીનો મુદ્દામાલ આરોપી રઝીયાબેન ફકીર પાસે હોવાની કબૂલાત આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે….._

💫 _આ ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ રઝીયાબેન ફકીર તથા દિનેશભાઇ દેવીપૂજાકની તપાસ કરી પકડી પાડવા તેમજ પકડાયેલા આરોપીઓ દ્વારા *બાકીનો મુદામાલ કયા રાખેલ છે..? ફરિયાદીને શા કારણે લૂંટ કરવા ટાર્ગેટ કરવામાં આવેલ છે…? વિગેરે મુદ્દાઓ* સર પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ તાલુકા પીઆઈ એ.એમ.ગોહિલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…._

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed