September 6, 2024

_જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના ભાવેશભાઈ બોરડને હની ટ્રેપમાં ફસાવનાર આરોપીઓ અન્ય હનીટ્રેપના ગુન્હામાં પણ સંડોવાયેલ નીકળ્યા આરોપી રાજકોટ શહેરમાં અન્ય ગુન્હાઓમાં વોન્ટેડ છે હાલતો આરોપીઓને કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામાં આવ્યા

Share to




💫 _જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલ ઉવ. 35 મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા, દરમિયાન મહિલા દ્વારા લિફ્ટ માંગી, મોટર સાયકલ ઉપર બેસાડી, અપહરણ કરી, જૂનાગઢ શહેરમાં લાવી, ગેરકાયદેસર અટકાયત કરી, મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માંગી, રૂ. 1,20,000/- ખંડણી માંગવા બાબતના હની ટ્રેપના ગુન્હામાં, હનીટ્રેપના પ્રકરણમાં સંડોવાયેલ *આરોપીઓ (1) અરવિંદ ઉર્ફે અનિલ અંબાભાઈ ગજેરા પટેલ ઉવ. 39 રહે. લાખાપાદર ગામ તા. વડિયા જી. અમરેલી, (2) ભરત ડાયાભાઈ પારઘી દલિત ઉવ. 29 રહે. નાની પરબડી ગામ તા. ધોરાજી જિલ્લો રાજકોટ તથા (3) જિન્નતબેન ઉર્ફે બીબીબેન D/o અલ્લારખાભાઈ મોરવાડીયા ઘાંચી w/o રફીકભાઈ રજાકભાઈ મકવાણા ઉવ. 38 રહે. જસદણ કાઠીવાસ તા. જસદણ જિ. રાજકોટ હાલ રહે. ભગવતી પરા શેરી નં. 20, રાજકોટ* ની *કાઉન્ટર ટ્રેપ* આધારે ધરપકડ કરવામાં આવેલ હતી……_

💫 _જૂનાગઢ રેંજના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ શેટ્ટી* દ્વારા *હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ,* યુવકનું અપહરણ થયેલ હોઈ, *યુવકને હનીટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી છોડાવેલ હોઈ, આરોપીઓને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી, અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? તે બાબતે ગુન્હાની ગંભીરતા* પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, તપાસ કરવા માટે સૂચના કરવામાં આવેલ હતી….._

💫 _ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, ભેસાણ પીએસઆઇ કે.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા, *પકડાયેલ આરોપીઓની આ ગેંગ દ્વારા તાજેતરમાં જ તા. 24.01.2022 ના રોજ જૂનાગઢ તાલુકાના વડાલ ચોકી વિસ્તારમાં જેતપુરના ફરિયાદી નિલેશભાઈ વિનોદભાઈ પીઠડીયા જાતે પટેલ ઉવ. 34 રહે. પટેલનગર સોસાયટી, જ્ઞાનગંગા સ્કૂલની સામેની શેરી, જેતપુરને હની ટ્રેપમાં ફસાવી, અપહરણ કરી, વાડીમાં ગોંધી રાખી, રૂ. 2,00,000/- જેટલી માતબર રકમ પડાવેલાની હકીકત બહાર આવતા, ફરિયાદી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે. આ ઉપરાંત, આ જ ગેંગ દ્વારા ડિસેમ્બર માસમાં આજથી બે માસ જેટલા સમય પહેલા એક વેપારીને રાજકોટથી બોલાવી, મધુરમ વિસ્તારમાં આ જ ગેંગ દ્વારા હની ટ્રેપમાં ફસાવી રૂ. 20,000/- રોકડા તથા રૂ. 80,000/- આરોપી અરવિંદ ગજેરા દ્વારા પોતાના બેન્ક ખાતામાં નખાવી, રૂ. 1,00,000/- ખંડણી ઉઘરાવેલાની વિગતો પ્રકાશમાં આવતા, ફરી દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ વધુ એક ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે…._

💫 _સામાન્યરીતે હની ટ્રેપના બનાવમાં ફરિયાદી કે ભોગ બનનાર આબરૂ જવાના ડરના કારણે ફરીયાદ નોંધાવવાનું ટાળે છે, જે બાબતનો પકડાયેલ ગેંગ પૂરેપૂરો ફાયદો ઉઠાવતા હોઈ, અવાર નવાર લોકોને હની ટ્રેપના કેસમાં ફસાવી, પોલીસના નામે દમ મારી, લાખો રૂપિયા પડાવે છે. જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપ ગેંગના આરોપીઓના ફોટા પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવતા, લોકો સામેથી પોલીસ રૂબરૂ આવી, ફરિયાદ આપતા હોઈ, જૂનાગઢ જિલ્લામાં જ ત્રણ હની ટ્રેપની ફરિયાદો સામે આવેલ છે. હજુ પણ આ ગેંગના સકંજામાં બીજા જિલ્લાઓમાં પણ ઘણા લોકો આવેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રેસ મીડિયાના માધ્યમથી ફોટાઓ જાહેર કરતા રાજકોટ ખાતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતેના હની ટ્રેપના ગૂન્હામાં પણ આરોપી અરવિંદ ઉર્ફે અનિલ ગજેરા વોન્ટેડ હોવાનું ફરિયાદી દ્વારા ઓળખી બતાવતા, આરોપી અરવિંદ ગજેરા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતેના ગુન્હામાં વોન્ટેડ નીકળ્યો છે. ઉપરાંત આરોપી જિન્નતબેન મકવાણા હની ટ્રેપના ગુન્હામાં રાજકોટ શહર કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે વોન્ટેડ હોવાની વિગતો* પોલીસને જાણવા મળેલ છે. પકડાયેલ *આરોપીઓ વિરુદ્ધ વધારે ગુન્હાઓ નોંધાયેલ હોવાની તેમજ બીજા ગુન્હાઓ નીકળવાની શક્યતા* આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે….._

💫 _પકડાયેલા આરોપીઓએ *ફરિયાદી સિવાય કોઈ અન્ય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી, રૂપિયા પડાવેલ છે કે કેમ..? આ પ્રકારના કે અન્ય કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ…? આ ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ…? ફરિયાદીનો નંબર ક્યાંથી અને કોના દ્વારા મેળવ્યો..? વિગેરે મુદ્દાઓ* સર પૂછપરછ હાથ ધરી, નામદાર કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામાં આવેલ છે. હવે આ ગેંગનો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા સી ડિવિઝન પોલીસ દ્વારા કબજો લેવામાં આવેલ છે….._

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to