October 4, 2024

હળવદના શંકરપરા રામજી મંદિરે ખાતે બે દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Share to



હળવદ શહેરના શંકરપરા રામજી મંદિર ખાતે બે દિવસીય ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.


હળવદ માં શકરપરા રામજી મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમા બે દિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાજતે ગાજતે ભગવાન રામને બેસાડી ભજન કીર્તન કર્યા હતા સાથે સાથે હવન યોજાયો હતો.આ કાર્યક્રમમાં માનતો મહંતો તેમજ રાજકીય આગેવાનો એ હાજરી આપી હતી અને દાતાઓના સન્માન પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે પત્રકાર ના પણ મહંત ના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા


હળવદ શંકરપરા રામજી મંદિર ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસીય ઉજવણી કરી હતી જે પ્રતિષ્ઠા મહોત્સવમાં રામ લક્ષ્મણ જાનકી, રામનાથ મહાદેવ, રામદેવપીર મહારાજે, હનુમાનજી મહારાજ, ગણપતિ દેવા, સહીતના દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો સાથે મહોત્સવમાં સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં મહંત અંબારામદાસબાપુ, કથાકાર અર્જુનદાસ સારથી, મહંત દલસુખ મહારાજ અને મહંત દીપકરામ મહારાજ ઉપસ્થિત સહિતના અનેક મંહતો ઉપસ્થિત રહી શોભવ્યો હતો જેનો લ્હાવો લેવા ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.


પાર્થ વેલાણી


Share to

You may have missed