October 30, 2024

જૂનાગઢ માં પિતા પુત્રએ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવી દીધા હોવા. છતાં, વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહીજતા વ્યાજખોરો ઉઘરાણી કરતાતા અરજદારે જૂનાગઢ પોલીસના દ્વાર ખાખડાવતા વ્યાજખોરોના ત્રાસમાંથી બચવી લીધાં

Share to



💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને *કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી* આપવા હેલ્પ લાઇન નંબર આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે લોકો મદદ માંગતા જૂનાગઢ પોલીસ તરફથી અવાર નવાર મદદ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાએ વ્યાજખોર વિરુદ્ધ ગુન્હાઓ નોંધી, પાસા ધારા મુજબ પણ પગલાઓ ભરવામાં આવતા હોવાથી, વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે….._

💫 _જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી, પોતાનું ગુજરાન ચલાવતા સલીમભાઈ (નામ બદલાવેલ છે…) ના 20 વર્ષના દીકરા ફિરોઝ (નામ બદલાવેલ છે…) દ્વારા પોતાના મિત્રને મદદ કરવા જરૂરીયાતના કારણે છોકરમતમાં પોતાના ઓળખીતા ચાર પાંચ વ્યક્તિ પાસેથી કટકે કટકે રૂપિયા વ્યાજે લીધેલા અને વ્યાજ ચૂકવવાની લ્હાય માં વ્યાજની રકમ અને વ્યક્તિઓ વધતી જતી હોય, વ્યાજના દર મહિને રૂપિયા ચૂકવતા ચુકવતા, મુદ્દલ અને વ્યાજ ચૂકવી દીધા હતા. છતાં, યુવાનનું વ્યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું. વ્યાજ ચુકવવાની લ્હાયમાં મજૂરી કામ પણ કરી શકતા ના હતા. વ્યાજખોરોનું મુદ્દલ તો એમના એમ જ રહ્યું, પણ વ્યાજને પહોંચી શકાતું ન હોતું. પિતા પુત્ર દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત હજુ પણ ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની હાલત કફોડી હોવા છતાં, ઘરે જઈને હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, અરજદાર વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે, તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ના હોઈ, માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ હતી. અરજદાર પાસે *કોઈ રસ્તો ના હોઈ,* પોતાના આગેવાનો સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને અરજદાર રૂબરૂ મળી, *આખી વિગત જણાવી, રડવા લાગેલ અને વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલાનું જણાવેલ* હતું……_

💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, સુખનાથ ચોકીના પીએસઆઇ આર.પી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. કિરણભાઈ, રામભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, તમામ વ્યાજખોરોને બોલાવી, વ્યાજ જોઈએ કે જેલ જોઈએ…? એવુ શાનમાં સમજાવતા, વ્યાજખોરને પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું જણાવેલ હતું. હવે કોઈ રૂપિયા લેવાના થતા નથી તેવું લખાણ પણ આપી ગયેલ હતા. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અરજદાર દ્વારા પોતાને વ્યાજખોરના ચુંગાલમાંથી છોડાવવા બદલ અને મદદ કરવા બદલ, આગેવાનો અને પોતાના કુટુંબ સાથે રૂબરૂ મળી, *જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો. પિતા પુત્ર દ્વારા ખુશ થઈને *જો પોલીસ દ્વારા પોતાને મદદ કરવામાં ના આવી હોત તો, આખા ફેમિલીની જિંદગી પુરી થઈ જાય તેમ હોવાની તેમજ આખા કુટુંબને નવી જિંદગી આપી હોવાની લાગણી વ્યક્ત* કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ અરજદારના દીકરા ફિરોઝ ને હવે પછી આવા લોકો પાસેથી બિન જરૂરી રૂપિયા નહીં લેવા અને પોતાના કુટુંબને મુશ્કેલીમાં નહીં મુકવા સલાહ આપી હતી…_

💫 _હાલના સાંપ્રત સમયમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *લોક ડાઉનના કપરા સંજોગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરી નો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમ* ના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી, *સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્વ* નિભાવી, અરજદારની જિંદગી બચાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે…_

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed