નેત્રંગ પોલીસે કુલ રૂપિયા ૧.૨૧ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લઇને અન્ય ૩ ને વોન્ટેડ જાહેર કર્યા
નેત્રંગ તા.૨૧ માર્ચ ‘૨૫
નેત્રંગ પોલીસે ભોટનગર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઇને અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ભોટનગર ગામે નવી વસાહતમાં રહેતા જયંતીભાઇ ઇશ્વરભાઇ વસાવાએ તેના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે સંતાડી રાખેલ છે,પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સદર ઇસમ જયંતીભાઇ ઇશ્વરભાઇ વસાવા હાલ રહે. ભોટનગર નવી વસાહત તા.નેત્રંગ અને મુળ રહે.ચમારીયા તા.વાલિયા ઘરે હાજર મળ્યો હતો.પોલીસે ઘરમાં તપાસ કરતા અલગઅલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલો નંગ-૬૯૬ મળી આવી હતી. પોલીસે દારૂનો આ જથ્થો તેમજ એક મોબાઇલ મળીને કુલ રૂપિયા ૧,૨૧,૩૪૮/-નો મુદ્દામાલ કબ્જે લઇને સદર ઇસમ જયંતીભાઇ વસાવાને ઝડપી લઇને અન્ય ત્રણ ઇસમો (૧) વાસુદેવભાઇ મગનભાઇ વસાવા રહે.માલજીપરા તા.ઝઘડિયા,(૨) રોહીતભાઇ ઉર્ફે અજય વસાવા રહે.ગુંડેચા તા.ઝઘડિયા અને (૩) રોશનભાઇ વસાવા રહે.કપાટ તા.ઝઘડિયાનાને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું