DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

રાજપારડી પોલીસ તેમજ રાજપારડી DGVCL દ્વારા વીજ ચેકિંગનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાતાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ..

ગુજરાતના ગાંધીનગર દ્વારા નિદેષ કરાતાં અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા કડક પગલાં લેવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી.

રાજપારડી પોલીસ અને DGVCL દ્વારા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તત્ત્વો નાં નિવાસ સ્થાને દરોડા પાડતાં ગેરકાયદેસર ચાલતા વિજ ચોરી પકડાતાં કાર્યવાહી..


ગુજરાત ભરમાં અસામાજિક તત્વો બેફામ લુખ્ખાગીરી કરતા હોવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. ત્યારે આવા લોકોને દામવા માટે અને તેમની શાન ઠેકાણે લાવવાની ગુજરાત રાજ્યના ગાંધીનગરનાઓના નિદેષ અનુસાર ગુજરાત રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોનું લિસ્ટ બનાવી તેઓના વિરુદ્ધમાં ૧૦૦ કલાકની અંદર કાર્યવાહી કરવા માટે સુચન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોનું લીસ્ટ તૈયાર કરી તેઓના ઘરે વીજ કનેક્શન ચેકિંગ કરવા માટે રાજપારડી DGVCL નાં અધિકારી ઓની ટીમ સાથે રાખી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શન પુરવઠો ચેક કરવામાં આવતા વીજ ચોરી કરતા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં (૧) અજયભાઈ સોમાભાઈ વસાવા નાઓને રૂપિયા ૭૭૭૭/-
(૨) સુનિલ ઉફેઁ બુલ્લી મયજીભાઈ વસાવા ને રૂપિયા ૧૪૮૧૫/-
(૩) મુજાહદીન ઉફેઁ મુંજજું ફિરોજ શેખ ને રૂપિયા ૨૨૪૮૨/- તમામ રહે રાજપારડી તથા
(૪) દિનેશભાઈ લાલજીભાઈ વસાવા રહે. નવા માલજીપુરા, ઝઘડિયા ને ૯૬૭૭/-
તેમજ સદર વિજ ચેકિંગ દરમિયાન DGVCL ના અધિકારીઓ ને નવા માલજીપુરા ખાતે ભદ્રેશભાઇ જીતેન્દ્રભાઇ વસાવા ને ઘરે વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું જણાતા તેમને રુપિયા ૨૩૮૬૦/- દંડ ફટકારવામાં આવ્યો.
ઉપરના તમામ ના ઘરેથી વીજ મીટર જોડાણ તથા સવીઁસ વાયર કાપી કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share to

You may have missed