November 29, 2023

_જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ઢોળવા ગામના ભાવેશભાઇ બોરડ પાસે મહિલાએ લિફ્ટ માંગી હની ટ્રેપ મા ફસાવી,ત્રણ લાખની ખંડણી માંગી જૂનાગઢ પોલિસે ગણતરીની કલાકોમાં કાઉન્ટર ટ્રેપ કરીને હનીટ્રેપમા સંડોવાયેલ મહિલા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરીને અપહરણ, ખંડણી ના ગુન્હાઓ નોંધવામાં આવ્યા

Share to💫 _જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલ ઉવ. 35 મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા, દરમિયાન બલિયાવડ ગામ થઈ આગળ ભેસાણ ચોકડી પાસે તા. 01.02.2022 ના રોજ એક અજાણી મહિલાએ રોકી લિફ્ટ માંગતા, પોતાના મોટર સાયકલ ઉપર બેસાડી, થોડા આગળ જતાં, બે મોટર સાયકલ સવારે પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળખ આપી, મહિલા કોણ છે, કેમ બીજાની બૈરીને લઈને ફરો છો..? તેવું જણાવી, મોટર સાયકલ ઉપર બેસાડી, અપહરણ કરી, જૂનાગઢ શહેરમાં લાવી, ગેરકાયદેસર અટકાયત કરી, મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માંગી, રૂ. 1,20,000/- ખંડણી માંગી, ફરિયાદી ભાવેશ બોરડ નો ભાઈ મુકેશભાઈ બોરડ સુરત ખાતે હોઈ, આંગડિયામા રૂપિયા મોકલવાનું કહેતા, ભેંસણના આગેવાનો નટુભાઈ પોકીયા, દ્વારા જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આ બાબતની જાણ કરવામાં આવેલ હતી……_

💫 _જૂનાગઢ રેંજના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ શેટ્ટી* દ્વારા *હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ,* યુવકનું અપહરણ થયેલ હોઈ, *યુવકને હનીટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી છોડાવવાની પ્રાથમિકતા રાખી, ગુન્હાની ગંભીરતા* પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી….._

💫 _ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ તથા સ્ટાફના હે.કો. સાહિલભાઈ શમાં, વિક્રમભાઈ, યશપાલસિંહ, દેવશીભાઈ, ભરતભાઇ, ભદ્રેશભાઈ, પો.કો. જૈતાભાઈ, વીણાબેન, સહિતના માણસોની જુદી જુદી બે ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી, ફરિયાદીના મોબાઈલ દ્વારા ફરિયાદીના ભાઈ મુકેશભાઈ સાથે સુરત સંપર્ક કરી, ફરિયાદીના નામે જ આંગડિયા પેઢીમાં રૂપિયા મંગાવેલ હોઈ, આંગડિયા પેઢીની આજુબાજુ પોલીસ સ્ટાફ સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ જતા, ભોગ બનનાર ફરિયાદી તથા તેની સાથે એક આરોપી અરવિંદ ગજેરા રૂપિયા લેવા આવતા, ફરિયાદી અપહૃતને આરોપીની ચુંગાલમાંથી છોડાવેલ અને એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ. રાઉન્ડ અપ કરેલ આરોપી અરવિંદ ગાજેરાને અન્ય આરોપી સાથે વાત કરાવી, કાઉન્ટર ટ્રેપ કરી, ભવનાથ વિસ્તારમાંથી બીજા આરોપી તથા હનીટ્રેપમા સંડોવાયેલ મહિલાને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલ. આમ, આ હનીટ્રેપના પ્રકરણમાં સંડોવાયેલ *આરોપીઓ (1) અરવિંદ ઉર્ફે અનિલ અંબાભાઈ ગજેરા પટેલ ઉવ. 39 રહે. લાખાપાદર ગામ તા. વડિયા જી. અમરેલી, (2) ભરત ડાયાભાઈ પારઘી દલિત ઉવ. 29 રહે. નાની પરબડી ગામ તા. ધોરાજી જિલ્લો રાજકોટ તથા (3) જિન્નતબેન ઉર્ફે બીબીબેન D/o અલ્લારખાભાઈ મોરવાડીયા ઘાંચી w/o રફીકભાઈ રજાકભાઈ મકવાણા ઉવ. 38 રહે. જસદણ કાઠીવાસ તા. જસદણ જિ. રાજકોટ હાલ રહે. ભગવતી પરા શેરી નં. 20, રાજકોટ* ની *કાઉન્ટર ટ્રેપ* કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામા આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ફરિયાદી ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલ ઉવ. 35 રહે. ધોળવા ગામ તા. ભેસાણ જી. જૂનાગઢની *ફરિયાદ આધારે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ હની ટ્રેપ, પોલીસના સ્વાંગમાં અપહરણ, ખંડણી, સહિતની કલમો મુજબ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો* નોંધી, કોરોના ટેસ્ટ કરાવી, ધરપકડ કરવા તજવીજ કરવામાં આવેલ છે….._

💫 _પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા તેમજ પોકેટ કોપ એપ્લિકેશન આધારે તપાસ હાથ ધરતા *પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ભરતભાઇ ડાયાભાઇ પારઘી ધોરાજી ખાતે ઈંગ્લીશ દારૂ, ખૂનની કોશિશ, સહિતના ગુન્હાઓમાં, આરોપી અરવિંદ ગજેરા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હામાં તેમજ આરોપી જિન્નતબેન મકવાણા હની ટ્રેપના ગુન્હામાં રાજકોટ શહર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો* પોલીસને જાણવા મળેલ છે. પકડાયેલ *આરોપીઓ વિરુદ્ધ વધારે ગુન્હાઓ નોંધાયેલ હોવાની તેમજ બીજા ગુન્હાઓ નીકળવાની શક્યતા* આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે….._

💫 _પકડાયેલ આરોપીઓ દ્વારા મહિલા દ્વારા *ફરિયાદીને હની ટ્રેપ મા ફસાવી, પોલીસ તરીકે ઓળખાણ આપી, અપહરણ કરી, રૂ. 1,20,000/- ની ખંડણી માંગવા ચાલાકી કરી, ફરિયાદીના મોબાઈલ નંબર આધારે જ ફોન કરી, ફરિયાદીના નામે જ આંગડિયા મા રૂપિયા મંગાવી, નહીં પકડાવવા માટે હોશિયારી વાપરી, પ્રયત્નો કરવામાં આવેલ હતા, પરંતુ, જૂનાગઢ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સ આધારે સઘન ગુપ્ત કાર્યવાહી કરી, સિફતપૂર્વક કામ પાર પાડી, આરોપીઓના ઇરાદાઓ ઉપર પાણી ફેરવી, અપહૃત ફરિયાદીને હની ટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી, આ ગુન્હામાં સંડોવાયેલ મહિલા સહિત તમામ આરોપીઓની ધરપકડ* કરવામાં આવેલ છે. *જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હની ટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી અપહૃત ખેડૂત યુવાનને છોડાવતા, ભેસાણ પંથકના નટુભાઈ પોકિયા સહિતના આગેવાનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો….._

💫 _પકડાયેલા આરોપીઓએ *ફરિયાદી સિવાય કોઈ અન્ય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી, રૂપિયા પડાવેલ છે કે કેમ..? આ પ્રકારના કે અન્ય કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ…? આ ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ…? ફરિયાદીનો નંબર ક્યાંથી અને કોના દ્વારા મેળવ્યો..? વિગેરે મુદ્દાઓ* સર પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ તાલુકા પીએસઆઈ કે.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…._

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to