November 21, 2024

રાષ્ટ્રીય સ્તરે બોગસ ડિગ્રી ના રેકેટ નો પર્દાફાશ : આરોપી ને પકડવા નર્મદા LCB ની ટીમ દિલ્હી સુધી પહોંચી ગઈ

Share to

કડકડાટ ઈંગ્લીશ બોલતી યુવતી પૈસા કમાવવા માટે ગૂગલ ની નોકરી છોડી બોગસ ડીગ્રી ના વેપલા મા જોડાઈ જતા આખરે જેલ ના સળિયા ગણવાનો વારો આવ્યો

ઈકરામ મલેક:- નર્મદા

દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ ની નકલી ડિગ્રી સેર્ટિફિકેટ બનાવી વેચાણ કરતી ગેંગ નું પગેરું નર્મદા જિલ્લા ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ગત વર્ષ ના ડિસેમ્બર માસ મા રાજપીપળા ખાતે ની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં એક ડિગ્રી સર્ટી વેરિફિકેશન માટે આવતા તે બનાવટી હોવાનું ઘટસ્ફોટ થયું હતું, આથી સંચાલકો દ્વારા આ બાબત ની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધવામાં આવતા, આ કેસ ને ઉકેલવાની જવાબદારી નર્મદા જિલ્લા LCB ને સોંપવામાં આવી હતી.

ટેક્નિકલ માસ્ટરી ધરાવતા LCB પો.ઈ એ.એમ પટેલ એ તપાસ દરમિયાન એક વેબસાઈટ ને ઓળખી કાઢી ટેક્નિકલ સ્પોર્ટ દ્વારા તપાસ નો દોર લંબાવતા છેડા દિલ્હી સુધી પોહ્નચી ગયા હતા, આરોપી નું નામ ઠામ ટ્રેસ થઈ જતા નર્મદા જિલ્લાની એલસીબીની ટીમ જેમાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનસુયાબેન પટેલ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ અને MT હેડ કોસ્ટેબલ સુભાષભાઈ ની ટીમ દિલ્હી રવાના થઈ હતી. એલસીબીની ટીમ આરોપીના ઘરની આસપાસ તપાસ કરી ખાતરી કરી ડિગ્રી લેવા માટે એક ડમી ગ્રાહક ઊભો કરીને આરોપી યુવતી ને બહાર બોલાવી ઝડપી લેવામાં આવી હતી.

આરોપી યુવતી બેઉલા નંદ ના ઘરે તપાસ કરી મોટા પ્રમાણ મા ખ્યાતનામ યુનિવર્સિટીઓ ની 237 જેટલી ફેક ડિગ્રીઓ 510 ફેક માર્કશીટ કલર પ્રિન્ટર, સિક્કા સહિત અન્ય બોગસ ડિગ્રી બનાવવા માટે ની સામગ્રી કબજે લેવામાં આવી હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શરૂઆતમાં આ ફેક ડીગ્રી ની ઘટના એકાદ હોવાનું જણાવ્યું હતું પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી ત્યારે આ રેકેટ દેશવ્યાપી સ્તરનું હોવાનું જણાતા ખૂબ મોટું હોવાનું જણાવ્યું હતું. અન્ય રાજ્યોમાં ૩૧ જેટલા એજન્ટો દ્વારા આ રેકેટ ચલાવવામાં આવતું હતું હવે સમગ્ર કેટની રેકેટ નું કદ અને એનો વિસ્તાર જોતા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવશે અને એસઆઈટી નું નેતૃત્વ શ્રી વાણી દુધાત નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવશે એમ જિલ્લા પોલીસ વડા નર્મદા દ્વારા એક માહિતી આપતાં જણાવ્યું હતું.

આમ નર્મદા LCB પોલીસે દેશ વ્યાપી ફેલાયેલા બોગસ ડીગ્રી ના નેટવર્ક નો ભાંડો ફોડી નાખતા સમગ્ર રેકેટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ ભૂગર્ભ મા ઉતરી ગયા છે, હવે આ સમગ્ર રેકેટ ની તપાસ SIT દ્વારા કરાવવાનો નિર્ણય લેવાયો હોવાથી કેટલા રાજ્યો સુધી અને ક્યાં ક્યાં મોટા માથાઓ ના નામ સામે આવે છે એ જોવું રહ્યું.


Share to

You may have missed