November 21, 2024

મતદાર એ લોકશાહીને મજબૂત બનાવવા માટેનો પાયો છે-: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરા

Share to


કલેક્ટરશ્રીના હસ્તે મતદારયાદી સુધારણા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર
અધિકારી – કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
“ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ” એ થીમ હેઠળ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃમંગળવારઃ- ભરૂચ કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભોગાયતા, પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિની ઉપસ્થિતિમાં “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ની વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ હતી.
ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી દેશના તમામ નાગરિકો માટે ગર્વ લેવા જેવી બાબત છે. લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવીએ એ આપણી ફરજ છે. મતદાર એ લોકશાહીને મજબૂત બનાવવા માટેનો પાયો છે તેમ જણાવી ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બને તેમ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, મતદારોએ લોભ લાલચથી દુર રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મજબૂત રાષ્ટ્રના નિર્માણ કરવા સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.
પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિએ, રાષ્ટ્રીય મતદાતા ઉજવણીનો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસમાં “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ”ને અનુરૂપ ભારતીય ચૂંટણીપંચનો મહત્વપૂર્ણ હેતુ સાકાર કરવાની દિશામાં સૌને કટિબધ્ધ બનવા જણાવ્યું હતું. પ્રારંભમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભોગાયતાએ સ્વાગત પ્રવચનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની રૂપરેખા આપી જિલ્લાની ચૂંટણી મતદાર નોંધણી કામગીરી અંગેની વિગતો આપી હતી. અંતમા આભારવિધિ ચૂંટણીશાખાના મામલતદારશ્રીએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રી એચ.ડી.બિલડીયા – મામલતદાર અંકલેશ્વર અને શ્રેષ્ઠ નાયબ મામલતદાર(મતદાર યાદી) તરીકે શ્રી જીગર વી. વસાવા, શ્રેષ્ઠ બી.એલ.ઓ. સુપરવાઈઝર શ્રી મયુદીન જી. ડેરીવાલા, શ્રી મકસૂદ અલી ખોટા, શ્રી છગનભાઈ મયુરભાઈ બોરીછા, શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે શ્રી નરેન્દ્રભાઈ એસ. વસાવા, શ્રી સિરાજ અહમદ ઈસા પટેલ, શ્રી મલેક મહીયુદીન મોહમ્મદ તથા શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે સાલેહા ઈલ્યાસ પટેલ(જે.પી.સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ), શ્રી દિગ્વીજયસિંહ એન. કોસાડા(દીપ જ્યોતિ ઓફ કોમર્સ), સુશ્રી જૈમિની જીતેન્દ્રભાઈ સુરતી(સરકારી એન્જીનિયરીંગ કોલેજ)ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરા સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રીય મતદાતા દિવસના સામૂહિક સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –
સમાચાર સંખ્‍યા – ૭૦
ભરૂચ ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે યોજાનારો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃમંગળવારઃ- આગામી ૨૬ મી જાન્યુઆરી – ૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે થનાર છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. ઉજવણીના ભાગરૂપે મંત્રીશ્રીના વરદહસ્તે ધ્વજવંદન, સલામી, રાષ્ટ્રગાન, પરેડનું નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન તેમજ વૃક્ષારોપણ યોજાશે.


Share to

You may have missed