November 21, 2024

ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તુજસીજીના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

Share to

ઉપલેટા (રાજકોટ):-

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિદ સેવાકીય કર્યો કરનાર શ્રી સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અલગ અલગ ત્રણ જગ્યાઓ પરથી વિનામૂલ્યે તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં ઘણા લોકોને ઓકસીજન જરૂર પડી હતી અને મોંઘા મુલ પણ ચૂકવવા પડેલ છે ત્યારે દરેક લોકોને પર્યાવરણ માંથી 24 કલાક સુદ્ધ ઓક્સિજન આપતા અને ઔષધિ તરીકે પ્રાચીન કાળથી ઉપયોગી એવા તુલસીના છોડનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યો હતો તેથી જ આમૂલ્યવાન તુલસીજીના છોડના વિતરણથી લોકોએ પણ આ કામગીરી ખૂબ જ બિરદાવી છે.

ઘર આંગણે તુલસીજી હોવાથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને આસપાસનું વાતાવરણ પણ હકારાત્મક ઊર્જાયુક્ત જોવા મળતું હોય છે ત્યારે આ વિનામૂલ્યે કરવામાં આવેલ તુલસીજીના છોડનો મહિલાઓ, પુરુષો અને યુવાઓએ ખાસ લીધેલ હતો અને આવી અમુલ્યવાન તુલસીજીના છોડનું શહેરના અનેક વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે શ્રી સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા સહિતના જોડાયા હતા.

રિપોટૅર ભાવેશ ગોહેલ ઉપલેટા


Share to

You may have missed