December 4, 2024

બોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

Share to


બોડેલી પંથકમાં વહેલી સવારથી કાળાબોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ
બોડેલી પંથકમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે થી જ બોડેલી વિસ્તારમાં પવનનું જોર વધ્યું હતું અને વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે

વહેલી સવારથી જ અંધારપટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો અને જોરદાર પવન સાથે બોડેલી વિસ્તાર માં વરસાદ પડી રહ્યો છે
ચોમાસાનો સત્તાવાર રીતે આગમન થયું હોય તેમ જોવાઈ રહ્યું છે
મેઘરાજાનું સમયસર આગમન થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે
સમયસર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ પાકની વાવણી ને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી


Share to