November 21, 2024

નસવાડી તાલુકા લીંડા ગામે કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડલ સ્કૂલમાં વિધાર્થીનીઓને જીવાત વાળું જમવાનું આપતા વિધાર્થીનીઓ મચાવ્યો હોબાળો આક્રોશ સાથે થાળીઓ વગાડી સૂત્રચાર કર્યા સતત બે દિવસથી ભૂખ્યા રહેવાથી વિધાર્થીનીઓની આખોમાં આસુ

Share to



પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના લીંડા ખાતે (1) ઘારસીમેલ (2) પીસાયતા (3) ઘૂંટીયાઆંબા કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને (4) મોડેલ સ્કૂલ નસવાડી આવેલી છે જેમાં 1000 હજાર જેટલાં વિધાર્થીનીઓને રહેવા તેમજ જમવાની સુવિધા વાળી આદિજાતિ વિભાગ દ્વવારા શાળા ચલાવવામાં આવે છે જેમાં ધોરણ 6 થી 12 ની શાળામાં કન્યાઓને બે ટાઈમ જમવાનું તેમજ 2 ટાઈમ નાસ્તાની સુવિધા સરકાર દ્વવારા આપવામાં આવે છે આ શાળામાં જે ઇજાદાર છે તે કન્યાઓને મેન્યુ પ્રમાણે ભોજન આપતા નથી અને જમવામાં જીવાત અને ઈયળ વાળું ભોજન આપવામાં આવે છે સાથે રોટલી કાચી આપવામાં આવે છે જમવાનું પૂરતું આપવામાં આવતું નથી જમવામાં જીવાત વાળું ભોજન આપવામાં આવતું હોવાથી વિધાર્થીનીઓએ જમવાનું બંધ કરી દીધું અને બે દિવસથી ભૂખ્યા પેટે હોવાથી વિધાર્થીનીઓના આંખમાં આસું આવી ગયા હતા સમગ્ર મામલાની જાણ વિધાર્થીનીઓએ તેઓના માતા પિતાને કરતા વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા વિધાર્થીઓનો આક્ષેપ છે કે ભોજનમાં જે હાલના ઇજાદાર છે તે નિયમ પ્રમાણે ભોજન આપતા નથી વિધાર્થીઓ આચાર્યને ઘેરી લઇને ભારે હોબાળો મચાવ્યો હતો જયારે વિધાથીનીઓ રોષે ભરી કેમ્પસની અંદર જ થાળીઓ વગાડી સૂત્રચાર કર્યા હતા અને આચાર્યનો પણ ઘેરાવો કર્યો હતો આદિજાતિ વિભાગના અધિકારીઓ ચેમ્બરમાં બેઠા બેઠા વહીવટ ચલાવે છે અને હાલમાં જે ઇજાદાર છે તે ગાંધીનગરના સત્તા વાળાઓ સાથે સાંઠ ગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો જયારે વિધાથીનીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાથી વિધાર્થીનીઓ બીમાર થઇ જાય છે જેના કારણે કેટલીક વિદ્યાથિનીઓનો અભ્યાસ બગડે છે

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed