November 21, 2024

સરધારમાં ૪૦ કિલો સોનાના સિંહાસન પર સ્વામિનારાયણ બિરાજ્યા

Share to



(ડી.એન.એસ)રાજકોટ,તા.૧૩
૧૫ ડિસેમ્બરના રોજ મહામંત્ર પ્રાગટય સહિતના કાર્યક્રમો જયારે ૧૬ ડિસેમ્બરના રોજ અન્નકૂટોત્સવ, રાત્રે સત્સંગ તથા હાસ્ય ડાયરો યોજાશે. ૧૭ ડિસેમ્બરના ફૂલડોલોત્સવ, રાસોત્સવ, કીર્તન ભક્તિ સહિતના આયોજનો કરાયા છે. અને અંતિમ દિવસે ૧૮ ડિસેમ્બરના બપોરે ૧૨ વાગે મહોત્સવનું સમાપન થશે.સ૨ધા૨ સ્વામિનારાયણ મંદિ૨ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રા૨ંભ ૧૦ ડિસેમ્બરથી શરૂ થયો છે ત્યારે આજે ચોથા દિવસે સવારના સમયે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વ૨દ હસ્તે સ૨ધા૨ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિ૨માં ૪૦ કિલો સોનાના સિંહાસન પ૨ મૂર્તિ પ્રતિષ્ઠા ક૨વામાં આવી હતી. ૨૦૦ વર્ષ પૂર્વે સ્વામિનારાયણે ભવિષ્યમાં અહીં મોટું મંદિર થશે એવા આશીર્વાદ આપ્યા હતા. નિત્યસ્વરૂપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે, સૌરાષ્ટ્રના નજરાણારૂપ ક્લાત્મક નકશીકામયુક્ત ૭૦,૦૦૦ ઘનફૂટ બંસીપહાડપુર ગુલાબી પથ્થરમાં ૧૫૫ ફૂટ લંબાઈ અને ૧૦૫ ફૂટ પહોળાઈ તેમજ ૮૬ ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ પાંચ શિખરયુક્ત સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. સ૨ધા૨માં આજે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટયા હતા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા હતા. આ સમયે સ્થળ પર એક લાખ લોકો બેસી શકે તેવો વિરાટ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ ર્ક્‌યા બાદ ધર્મસભામાં વક્તવ્ય આપ્યું હતું. ભવિષ્યમાં મંદિ૨ થશે તેવા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આજે મંદિ૨ સ્વરૂપે મૂર્તિમંત થયા હતા. સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રીજા દિવસે સાંજે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો. મહોત્સવના સ્થળે ૨૦૦ એકર જગ્યામાં રોશનીનો ઝગમગાટ કરાયો છે. સરધાર મંદિરમાં જ એકસાથે ૩૦૦થી વધુ રંગબેરંગી લાઈટ અને ૭૫૦૦૦ વોટની સિસ્ટમ સાથે રવિવારે સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો જેમાં ૧ લાખથી વધુ હરિભક્તો જાેડાયા હતા. આ સાથે ગત શનિવા૨થી ૧૦૦૯ કુંડી શ્રી હરિ મહાયજ્ઞનો પ્રા૨ંભ થયો છે. જેમાં યજમાનો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી ૨હી છે. પ્રાસાવિક તળાવમાં સુંદ૨ઘાટનું ઉઘાટન તથા જાહે૨ જનતા માટે નૌકાવિહા૨નું લોકાર્પણ ક૨વામાં આવેલ હતું. ઐતિહાસિક દ૨બા૨ગઢના જાહે૨ જનતા માટે મ્યુઝિયમ સ્વરૂપે ખુલ્લો મુકાયો છે. હરિભક્તો પ૨મ પવિત્ર સ્થાનના દર્શનથી ધન્યતા અનુભવી ૨હ્યાં છે. તીર્થધામ સ૨ધા૨ ધામના પ્રણેતા સદગુરૂ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથરાજ શ્રીમદ્‌ સત્સંગિ જીવન કથા પારાયણ કરી ૨હ્યાં છે જેનો લાભ મોટી સંખ્યમાં ઉપસ્થિત ગુજરાત ભરના હરિભક્તો ઉઠાવી ૨હ્યા છે.


Share to

You may have missed