November 21, 2024

ભાણવડમાં નકલી તમાકુ-બીડીના વેપારી સામે ફરિયાદ ઃ ૬૫ હજારનો જથ્થો કબજે

Share to



(ડી.એન.એસ)જામનગર,તા.૧૧
ભાણવડના વેપારી અમિતભાઈએ પોતાની આદર્શ સેલ્સ એજન્સી દુકાનમાં ડુપ્લીકેટ તમાકુ બીડીનો જથ્થો રાખી તેનું વેંચાણ કર્યુ છે. ગ્રાહકોને ઓરીજનલ કંપનીની બીડી આપવાને બદલે તેના જેવા ચિન્હો અને પેકિંગનો ઉપયોગ કરી અને ગ્રાહકોને ડુપ્લીકેટ તમાકુ બીડીનું વેંચાણ કર્યું છે. જેથી ગ્રાહક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી. રજિસ્ટર્ડ કંપનીના ટ્રેમાનો ડુપ્લીકેટ તમાકુ બીડીના વેંચાણમાં ઉપયોગ કરી, વેંચાણ કરવા આવતું હોવાથી આ એજન્સીમાં ડુપ્લીકેટ બીડીનો રૂપિયા ૬૫,૨૩૦નો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે કર્યો છે. આ પ્રકરણમાં જૂનાગઢ ખાતે રહેતા રસિક નામના એક શખસનું પણ નામ જાહેર થયું છે. જેથી ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૨૭૨,૨૭૩,૪૮૬, તથા ૧૧૪અને કોપી રાઈટ એક્ટની કલમનો ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે અમિત પતાણીની અટકાયત કરી હતી. જ્યારે જૂનાગઢના રસિકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છેદેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક એજન્સીની દુકાનમાં ઓરીજનલ કંપનીની બીડીના બદલે ડુપ્લીકેટનું વેચાણ કરતા એક વેપારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ પ્રકરણમાં જૂનાગઢ ખાતે રહેતા અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યું છે. પોલીસે રૂપિયા ૬૫ હજારનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા જીતેન્દ્ર બાલાનીભાઈ જેઠવા નામના ૩૫ વર્ષના એક યુવાને ભાણવડમાં રણજીતપરા વિસ્તારમાં આદર્શ સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવનારા અને ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા અમિત મનસુખભાઈ બચુભાઈ પતાણી નામના ૪૦ વર્ષના યુવાન સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Share to

You may have missed