(ડી.એન.એસ)ગાંધીનગર,તા.૧૧
અમદાવાદના માધુપુરા પ્રગતિ રેસિડેન્શિમાં રહેતા આઈટીઆઈનાં ઈન્ટ્રકટર સંજય અમૃતલાલ પટેલ ગઈકાલે કલોલ શ્રીનાથ રેસિડેન્શિમાં રહેતાં ફોઇ કાંતાબેનનાં ઘરે લગ્ન પ્રસંગમાં પત્ની મિત્તલબેન તેમજ દીકરીને લઈને આવ્યા હતા. સવારે માંડવીની વિધિ પૂર્ણ કરી બપોરે મામેરાની પણ વિધિ પૂર્ણ થઈ હતી. બાદમાં મિત્તલબેનને કપડાં બદલવાના હતા. જે ગાડીમાં પડ્યા હતા. અને સંજયભાઈએ ગાડી સોસાયટીથી થોડેક દૂર પંચવટી હોટલ ખાતે પાર્ક કરી હતી. જેથી પત્ની સાથે તેઓ પણ કપડાં લેવા સાથે ગયા હતા. ગાડીમાંથી કપડાં લઈ લીધા પછી પરત તેઓ શ્રીનાથ સોસાયટી તરફ જઈ રહ્યા હતા. એ વખતે સોસાયટીના ગેટ આગળના રોડ પર અચાનક અપાચે બાઈક પર આવેલા બે ચેઇન સ્નેચર પૈકી પાછળ બેઠેલા શખ્સે મિત્તલબેનના ગળામાંથી ૮૦ હજારની કિંમતનું મંગળસૂત્ર તોડી લીધું હતું. અને કે આઈ આર સી કોલેજ તરફ ભાગી ગયા હતા. લગ્ન પ્રસંગની અવરજવર હોવા છતાં દોરો તૂટતાં મિત્તલબેન એકદમ ગભરાઈ ગયા હતા. અને સંજયભાઈએ બૂમાબૂમ કરી લુટારુની શોધખોળ કરી હતી પંરતુ કયાંય પત્તો લાગ્યો ન હતો. જાે કે લુટારુના હાથમાં અડધું જ મંગળસૂત્ર આવ્યું હતું. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેકલોલની શ્રીનાથ સોસાયટીમાં લગ્ન પ્રસંગે ગયેલા રાહદારી મહિલાના ગળામાંથી ૮૦ હજારની કિંમતનું મંગળસૂત્ર તોડીને બાઈક પર આવેલા બે ચેઇન સ્નેચરો સિફતપૂર્વક પલાયન થઈ જતાં કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો