November 21, 2024

નેત્રંગના કેળવણી મંડળના કરાર આધારિત શિક્ષકો આપોઆપ છુટા થયા.

Share to


* વિધાથીૅઓ-વાલીઓ ગેરમાગઁ દોરાયા.

તા.૧૪-૬-૨૦૨૧ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.કે ભક્ત વિધાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચાઈ કરવામાં આવે છે.નેત્રંગ તાલુકાના ગામે-ગામથી ગરીબ પરીવારના બાળકો શ્રી આર.કે ભક્ત વિધાલયમાં અભ્યાસ કરીને પોતાની ઉજ્જવલ કારકિર્દીનું ઘડતર કરે છે.સંસ્થાના પ્રમુખ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો પણ વિધાથીઁઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ અગત્યના નિણર્ય લેતા હોય છે.

જેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેળવણી મંડળ,શાળા અને શાળાની પ્રતિષ્ઠાને બદનામ કરવાના ઇરાદે કેટલાક વિધ્નસંતોષીએ શિક્ષકોને હાથો બનાવી પોતાની મહત્વકાંક્ષા પુણઁ કરવાના ઈરાદે ગેરમાગઁ ઉપયોગ કયૉ હતો.અને કેળવણી મંડળના શ્રી આર.કે ભક્ત વિધાલયના તમામ શિક્ષકોને નોટિસ આપ્યા વગર છુટા કરી દેવાયા છે,તેવી વાતો વાલીઓ-ગ્રામજનોમાં વહેતી કરી હતી.તેના કારણે વિધાથીૅઓનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઇ જશે અને અનેક જુઠ્ઠાનાઓ ચલાવ્યા હતા.જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વાલીઓ ગેરમાગઁ દોરાયા હતા.

* બોક્સ :- શિક્ષકોનો કરાર પુણઁ થતાં આપોઆપ છુટા થયા છે : સંસ્થાના પ્રમુખ

નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી.આર.કે.ભક્ત વિધાલયના શિક્ષકો કરાર આધારિત હોય છે.જેમનો કરારનો સમય પુણઁ થતાં આપોઆપ છુટા થાય છે.દરવષઁ આ એક પ્રક્રિયાનો ભાગ છે.કોરોનાકાળ હોવાથી છેલ્લા બે વષઁથી ફી ની વસુલાત બાકી હોય છતાં શાળમાં રાબેતામુજબના તમામ કાયૉ ચાલી રહ્યા છે.આગામી નવા સત્રમાં સરકારની કોરોનાની જે ગાઇડલાઇન હશે તે મુજબનું શિક્ષણકાર્ય રાબેતામુજબ ચાલું રહેશે.શિક્ષકોને છુટા કરાયા છે તે બાબતે સંસ્થાનું પુરેપુરું નિવેદન લેવાયું નથી.સંસ્થા અને શાળાની પ્રતિષ્ઠાને બદનામ કરવા વિધ્નસંતોષીએ આ પ્રક્રરણ ઉભુ કયુઁ છે.

લી…..રોશનભાઇ ભક્ત.
પ્રમુખ કેળવણી મંડળ નેત્રંગ

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed