November 21, 2024

નેત્રંગ ટાઉનને નગરપાલિકામાં રૂપાંતરિત કરવા યુવાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Share to



*મોંઘવારીથી એક કરોડના વાર્ષિક બજેટમાં ટાઉનનો વિકાસ રૂંધાતો હોવાનું કારણ બતાવાયું*

*નેત્રંગ ટાઉન ચાર ચોરસ કીમીનો ભૌગોલિક વિસ્તારમાં 18 હજાર કરતાં વધુ વસ્તીનો વસવાટ*

તા.૯-૬-૨૦૨૧ નેત્રંગ,

નેત્રંગનો વસવાટ 1904માં થયો હતો. 7ઓકટોબર 1957માં નેત્રંગ ગ્રા.પંચાયતની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારના સમયના ગ્રા.પંચાયતમાં ઓક્ટ્રોય દાખલ કરી ત્યારે વાર્ષિક રૂ.24 હજાર ગ્રા.પંચાયતની આવક હતી. જે હાલના સમયે એક કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ નેત્રંગ ગામની 12 હજાર જેટલી વસ્તી સાથે 2282 જેટલા કુટુંબો વસવાટ છે. જે હાલ ના સમયે 18 હજાર પર પોહચી છે. જ્યાં નેત્રંગનો કુલ ભૌગોલિક વિસ્તારમાં ચાર ચોરસ કિલોમીટર મીટર કરતાં વધુ છે.
ગુજરાત સરકારના વાર્ષિક એક કરોડના બજેટ અને વધતી જતી મોંઘવારીના કારણે નેત્રંગ ટાઉનના લોકોને ભૌતિક અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. જેના કારણે ગામના સર્વાગી વિકાસ ઉપર અસર પડી છે. તેવા સંજોગોમાં ગુજરાત સરકાર નેત્રંગને નગરપાલિકામાં રૂપાંતરિત કરે એવી રાવની લેખિત અરજી દિવ્યાંગ શશીકાંત મિસ્ત્રીએ સરકારને કરી હતી. નેત્રંગથી 5 કિમીના અંદર આવેલા ગામો ગામોનો પણ નેત્રંગમાં સમાવેશ કરીને નગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો મહત્વનો નિર્યણ કરી શકાય તેમ છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed