November 21, 2024

નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી પટેલ ને આરોગ્ય સમિતિ ના ચેરપર્સન ના પતિ દ્વારા ફોન ઉપર ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Share to



હાઈલાઈટ
આરોગ્ય સમિતિ ચેરપર્સન નિલાંબરી બેન પરમાર ના પતિદેવ ના ગંભીર આક્ષેપો ને કારણે મારી છબી બગાડવા નો અને ફોન ઉપર મને ઉશ્કેરી મારું રેકોર્ડિંગ કરવાનો આશય :-CDHO કે.પી પટેલ



(ઈકરામ મલેક) રાજપીપળા:- ૯ જૂન ૨૦૨૧

ગત તારીખ 3 જૂન ને ગુરુવાર ના રોજ નર્મદા જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી કિરણભાઈ પી. પટેલ સાગબારા તાલુકા વહીવટી કામે ગયા હતા બપોર ના 2 કલાક ના સુમારે મોબાઈલ ઉપર નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરપર્સન શ્રીમતી નિલાંબરી બહેન પરમાર ના પતિ દેવ રજનીકાંત પરમાર દ્વારા ફોન કરી ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે તમે મહિલાઓ નું શોષણ કરો છો, મહિલા કર્મચારીઓ ને રાત્રે ઘરે બોલાવી કામ કરાવો છો, વિધવા પટાવાળા મહિલાઓ પાસે વાસણ ધોવડાવો છો, અને બે ત્રણ અધિકારીઓ ભેગાં મળી દારૂ ની પાર્ટી કરો છો જેવા ગંભીર આક્ષેપો કરતા એના પ્રત્યુત્તર મા CDHO દ્વારા આ આક્ષેપો ને પાયા વિહોણા ગણાવ્યા હતાં અને જો તમને કોઈ ફરિયાદ હોય તો DDO શ્રી ને આ બાબતે લેખિત ફરિયાદ કરી તપાસ કરાવવા ની સલાહ આપી હતી.

છતાં પણ નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરપર્સન નિલાંબરી બેન પરમાર ના પતિ રજનીકાંત પરમાર દ્વારા સતત આક્ષેપો નો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો, CDHO ના જણાવ્યા મુજબ લગભગ અડધો, પોણો કલાક સુધી મોબાઈલ ઉપર રકઝક કરી હતી તે દરમિયાન CDHO દ્વારા રજનીકાંત પરમાર ને કહ્યું હતું કે આ બાબતે હું સરકાર શ્રી મા તમારા આ વર્તન બાબતે ફરિયાદ કરીશ અને તમારા પક્ષ મા પણ ફરિયાદ કરીશ તેમ કહ્યું હતું.

આ બનાવ ને લઈ CDHO કે.પી પટેલ દ્વારા નર્મદા જિલ્લા કલેકટર શ્રી ડી.એ શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને રૂબરૂ મળી આ બાબત એ ચર્ચા કરી નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરપર્સન નિલાંબરી બેન પરમાર ના પતિ દેવ રજનીકાંત પરમાર સામે તેમણે કરેલા ગંભીર અને લાંચનરૂપ આક્ષેપો ના સંદર્ભે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ લખાવવા મા આવી હતી. પોલીસે આરોપી રજનીકાંત પરમાર સામે આઈ.પી.સી એકટ 504,506,186 મુજબ ગુ.રજી. નં પાર્ટ એ 11823017210500/2021 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ ની તપાસ પો.સ.ઈ આઈ.આર.દેસાઈ કરી રહયાં છે.


Share to

You may have missed