November 21, 2024

નર્મદા નદીમાં બન્ને કાંઠે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન રોકવા મુખ્યમંત્રીને ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી રજુઆત કરી છે…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

નર્મદા નદીના બંને કાંઠે ગેરકાયદે રેતીનું ખનન છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. ગરુડેશ્વર, પોઇચા ભાઠા, રૂંઢ, શિનોર તાલુકા, નાંદોદ તાલુકા, કરજણ અને ઝઘડિયા તાલુકામાં ખનન માફિયા બેફામ રીતે રેતી ઉલેચી રહ્યા છે. નદીમાંથી મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરીથી ઊંડા ખાડા પડી રહ્યા છે. જેમાં સતત ચાલતી પ્રવૃતિથી વન્ય જીવ સૃષ્ટિને હાનિ થઈ રહી છે. વન્ય જીવો પણ લુપ્ત થઈ રહ્યા છે.પંથકમાં રાત- દિવસ બેફામ ચાલતા હાઇવા દ્વારા ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી રહી છે, અકસ્માતોની ઘટનાઓ પણ બને છે જેમાં પોલીસ તંત્રને જાણ હોવા છતાં હપ્તા કામગીરીથી ખનન કરનારાઓને તંત્ર છાવરી રહી છે. આખરે સાંસદ મનસુખ વસાવાએ તંત્ર સામે પગલાં લેવા નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી છે…


વધુમાં લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર નર્મદાનાં બંને કાંઠે ગરુડેશ્વરથી પોઈચા ભાઠા, રૂંઢ તથા શિનોર તાલુકા, નાંદોદ તાલુકા, કરજણ તથા ઝઘડીયા તાલુકાના અલગ અલગ સ્થાનો પર ખૂબ જ મોટા પ્રમાણમાં નર્મદામાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવામાં આવે છે જેથી ઊંડા ખાડાઓ પડી રહ્યા છે જેના કારણે નર્મદા સ્નાન કરવા જનારા લોકોને ડૂબી જવાના ભય સતાવી રહ્યો છે તથા નદીમાં પાણી પીવા જઇ રહેલા પશુધન પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે જેથી સતત ચાલતી ખનન પ્રવૃતિથી નદી તથા વન્ય જીવ સૃષ્ટિને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ઓવરલોડ ભરેલ હાઈવાને કારણે રોડ રસ્તાઓને પણ નુકશાન પહોચી રહ્યું છે. રાત દિવસ ચાલતા હાઈવાઓના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી રહી છે, થોડા દિવસ અગાઉ પાણેથા- અશા ની વચ્ચે રાહદારીને કચડી દીધો હતો જે અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ પણ આવા ખનન માફિયાઓને છાવરી રહી છે તે માટે આખરે સાંસદ મનસુખ વસાવાએ મૌન તોડ્યું હતું અને નર્મદા ભરૂચ જિલ્લાના રોયલ્ટી તંત્રને તાત્કાલિક જાણ કરવા સી.એમ ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે…


Share to

You may have missed