ભરૂચઃ શુક્રવારઃ- જિલ્લાની ગ્રામ પંચાયતની તા.૨૨/૧૧/૨૦૨૧થી ચૂંટણી આચાર સંહિતા જાહેર કરવામાં આવી છે.જેના અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તુષાર સુમેરાએ રાજય ચૂંટણી આયોગની સૂચનાઓ ધ્યાને લેતા ન્યાયી, પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે અને જાહેર જનતાને ધોંધાટ ન થાય તે માટે ભરૂચ જિલ્લાના ગ્રામ પંચાયત સમાવિષ્ટ ચૂંટણી વિસ્તારમાં મતદાન મથક વિસ્તારમાં સવારના ૮-૦૦ વાગ્યાથી રાતના ૧૦-૦૦ વાગ્યા વચ્ચે સંબિધત અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી સિવાય જાહેર સ્થળો અને સભા સરઘસોના સ્થળે ચૂંટણી પ્રચારના કોઇ પણ હેતુ માટે સ્થાયી કે ફરતા વાહન ઉપરના સ્ટેટીક અથવા માઉન્ટેડ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા ઉપર તાત્કાલિક અસરથી તા.૨૪-૧૨-૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. રાત્રિના ૧૦-૦૦ થી સવારના ૮-૦૦ ના સમયગાળા દરમિયાન લાઉડ
…૩….
સ્પીકરની પરવાનગી મળશે નહિ. આ પ્રતિબંધિત આદેશોમાંથી ફરજ પરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ ઓફિસર, પોલીસ ઓફીસર તથા ચૂંટણી આયોગે અધિકૃત કરેલા અધિકારીઓ તથા તેઓ મદદ કરતા વ્યકિતઓ/એજન્સીઓને મુકિત આપવામાં આવી છે. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લધંન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની ૧૩૧ કલમ મુજબ સજાને પાત્ર થશે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ધ્વારા જણાવાયું છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો