November 21, 2024

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તા.૨૬/૧૧/૨૦૨૧ ના રોજકોવિડ-૧૯ રસીકરણ મહાઝુંબેશ

Share to


કુલ – ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત ૨૯૫૪૭ કોવિડ-૧૯ વેક્સીનેશનના
ડોઝ આપવાનું આયોજન
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ઝઘડીયા તાલુકાની સમગ્ર જનતાને અપીલ : જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહાઝુંબેશનો લાભ લે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ બુધવારઃ- સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે, જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તા.૨૬/૧૧/૨૦૨૧ શુક્રવારના રોજ કુલ – ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત ૨૯૫૪૭ કોવિડ-૧૯ વેક્સીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે.
આ તબક્કે કલેક્ટરશ્રી તુષારભાઈ સુમેરા અને જિલ્લા વિકાસ અશિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એસ.દુલેરા ધ્વારા ઝઘડીયા તાલુકાની સમગ્ર જનતાને અપીલ કરવામાં આવે છે કે જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહાઝુંબેશનો લાભ લે અને સમાજને સુરક્ષિત કરવામાં સહભાગી બને તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to

You may have missed