November 21, 2024

ભાજપ,કોંગ્રેસ અને બીટીપી માટે ગ્રા.પંચાયતની ચુંટણીઓ લિટમસ ટેસ્ટનેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીથી રાજકારણ ગરમાયું

Share to



* ઉમેદવારી માટેના જરૂરી દાખલા-આધારપુરાવા માટે તાલુકા સેવા સદને મુરતીયાઓનો ઘસારો

તા.૨૩-૧૧-૨૦૨૧ નેત્રંગ


  નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીથી રાજકારણ ગરમાયું હતું.


       પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય ચુંટણીપંચે ગ્રા.પંચાયતની ચુંટણીની જાહેરાત કરતાં આચારસંહિતાના અમલીકરણની સાથે રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.સૌપ્રથમ નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતની ચુંટણી માટે સરપંચની બેઠક માટેનું અનામત બેઠકનું જાહેરનામું પ્રસિધ્ધ થયું હતું.જેમાં નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતમાં અનુસુચિત આદિજાતી વગઁની મહિલા સરપંચ માટે ૨૦ અનામત અને અનુસુચિત આદિજાતિ સરપંચ માટે ૧૯ ગ્રા.પંચાયત જાહેર કરવામાં આવી છે.આગામી ૪ ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરી શકાશે,૬ ડિસેમ્બર ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરાશે,૭ ડિસેમ્બર ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ,૧૯ ડિસેમ્બર મતદાન અને ૨૧ ડિસેમ્બરના રોજ મતદાન ગણતરી હાથ ધરવામાં આવશે તેવી સમગ્ર ચુંટણી પ્રક્રિયાઓનો કાયઁક્રમ જાહેર કરાયો છે.જેમાં ગ્રા.પંચાયત ચુંટણીઓમાં સરપંચ માટે ઉમેદવારી કરનારા મુરતીયાઓએ પોતાની પેનલને ચુંટણીમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ઉમેદવારીપત્રો માટેના જરૂરી દાખલા-આધારપુરાવા મેળવવા માટે નેત્રંગ તાલુકા મથકે આવેલ તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો છે.વહીવટતંત્ર પણ પારદર્શીતા ગ્રા.પંચાયતની ચુંટણીઓ સંપન્ન કરવા માટે કામે લાગી ગયું છે.


ઉલ્લેખનીય છે કે,ગ્રા.પંચાયતની ચુંટણીઓ સંપન્ન થયા બાદ આવનાર વષઁ ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાશે.આ વખતે ઝઘડીયા વિધાનસભા બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ મેદાને પડ્યા છે.જ્યારે બીટીપી બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવશે.જેમાં ગ્રા.પંચાયતના ચુંટાયેલા સરપંચોનો ફાળો મહત્વનો રહેશે.એટલે ત્રણેય રાજકીય પક્ષો પોતાના સમથઁક સરપંચને ચુંટી લાવવા પુરા પ્રયત્નો કરશે.


* બોક્સ  :- ૨૦ આદિજાતી મહિલા સરપંચ માટેની ગ્રા.પંચાયત

વાંકોલ ગૃપ,ગાલીબા ગૃપ,ટીમલા ગૃપ,રાજવાડી,ધોલેખામ ગૃપ,ફોકડી ગૃપ,કાકડકુઈ,ઝરણાવાડી,ચંદ્રવાણ ગૃપ આટખોલ,મોરીયાણા ગૃપ,પીંગોટ,કંબોડીયા,થવા ગૃપ,બિલોઠી,કેલ્વીકુવા ગૃપ,ભેંસખેતર,ચાસવડ,ચીખલી અને આંજોલી ગૃપ.


* બોક્સ  :- ૧૯ આદિજાતી સરપંચ માટેની ગ્રા.પંચાયત

ખરેઠા,મોટા જાંબુડા,કવચીયા,કાંટીપાડા,અસનાવી,બિલાઠા ગૃપ,વણખુંટા ગૃપ,સજનવાવ,નાના જાંબુડા,અરેઠી ગૃપ,કોલીવાડા ગૃપ,મોટા માલપોર ગૃપ,કોયલીમાંડવી,બલદવા,મોરીયાણા ગૃપ,મૌઝા,ઝરણા,નેત્રંગ.


*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ

      


Share to