November 21, 2024

નેત્રંગમાં થવા ગામે ફરજ બજાવતી જીઆરડી મહિલાનું પર્સ ખોવતા ગરીબ મહિલાએ પાછું પરત કરી માનવતાના દર્શન કરાવ્યા

Share to

આદિવાસી સમાજમાં હજુ પણ માવવતા પરવારી નથી જેનું ઉદાહરરૂપ થવા ગામનાં આદિવાસી ગરીબ મહિલા એ બેસાડ્યું છે. આદિવાસીઓ નિખાલસ, ભોળા અને દિલદાર હોવાનું જણાવી પીએસઆઇ પાચાણીએ ગરીબ મહિલાને અભિનંદન પાઠવ્યા હતા.
નેત્રંગ પો.સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ તરીકે જીગનીશા ભરત વસાવા શણકોઇ નેત્રંગ-ડેડીયાપાડા હાઈવે ઉપર આવેલ થવા ગામે પોતાની ફરજ બચાવી રહ્યા હતા.ફરજ દરમ્યાન પોતાનું પર્સ ખોવાઈ ગયું હતું. પર્સમાં 6 હજાર 500 રૂપીયા આધારકાર્ડ,ગ્રામ રક્ષક દળનું આઇડી કાર્ડ અને બીજા મહત્વ કાગળો પણ ગુમ થયા હતા.ખોવાઇ ગયેલા પર્સની શોધખોળ આદરી છતાં મળ્યું ન હતુ. જે બે દિવસ બાદ થવા ગામના ગરીબ આદિવાસી મહિલા કમળા મોહન વસાવાને મળતા ગામના આગેવાન સંજય પટેલને જાણ કરી હતી. મહિલાએ નિખાલતાથી પર્સ અને તેનામાં પૈસા જીઆરડી જીગનીશા વસાવાને પરત આપવાનું નક્કી કર્યું હતું.નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણીનો સંપર્ક કરીને ગરીબ મહિલા સહી સલામત પર્સ જીઆરડીને પરત આપી માનવતાના દર્શન કરાવ્યા હતા.


Share to

You may have missed