તા.૧૭-૧૧-૨૦૨૧ નેત્રંગ
ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા નેત્રંગ ની ચાસવડ ડેરી ખાતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે સહકારી ક્ષેત્રના નવીનીકરણ અને રોજગારી વિષય ઉપર સેમિનાર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલની અધ્યક્ષતામા યોજાયો હતો.
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જિલ્લા સહકારી સંઘ આયોજિત સેમિનારમાં ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવા,ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા તથા મેનેજર સુરેશભાઈની ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાનેથી જયંતીભાઈ પટેલે સમયની સાથે સહકારી સંસ્થાઓના નવીનીકરણની હિમાયત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મંત્રી રવીન્દ્રસિંહ રણા એ સહકારી સંસ્થાઓની કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું હતું.તજજ્ઞ નિલેશ ચાવડાએ સહકારી ક્ષેત્રના ઉદ્દભવ થી સહકારી ક્ષેત્રના વર્તમાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.જ્યારે સંઘના ડિરેકટર જગદીશ પરમારે સહકારી ક્ષેત્રના માધ્યમથી સમાજ પરિવર્તન કરી શકાય છે તેમ કહી સહકારી ક્ષેત્રથી ઉભી થતી રોજગારીની તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું.જ્યારે ડેરીના મેનેજર સુરેશભાઈએ ચાસવડ ડેરીના વિકાસની ઝાંખી કરાવી હતી.
આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના એકજીક્યુટિવ ઓફિસર યોગેન્દ્રસિંહ રાજ, સીઈઆઈ રેશ્મા પટેલ તથા ડેરીના ડિરેક્ટરો, સભાસદો અને વિવિધ સહકારી મંડળીઓને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.