(ડી.એન.એસ), અમદાવાદ, તા.૧૯
પાલડી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને આજે કૃષિ કાયદા રદ કરવામાં તેની ઉજવણી કરવામાં આવી હતી.કોંગ્રેસ કાર્યાલયની બહાર ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉજવણી કરી હતી. એનએસયુઆઈએ આ ર્નિણયને દેશના ખેડૂતોની જીત ગણાવી છે અને સરકારની હાર માની છે અને સરકાર પર આક્ષેપ કર્યા છે. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદા રદ થતાં અમે આજે ઉજવણી કરી છે. આ જીત અમારી નથી પરંતુ દેશના ખેડૂતોની જીત છે. કોંગ્રેસે તો લોકસભામાં બિલ આવ્યું ત્યારથી વિરોધ કર્યો હતો. પરંતુ હવે ચુંટણી આવતા હારના ભયના કારણે સરકારે કાયદા રદ કરવાનો ર્નિણય કર્યો છેદેશમાં કૃષ્ણ કાયદાને લઈને ખેડૂતો કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા હતા જે કાયદા રદ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે. કાયદા રદ થતા ખેડૂતો અને વિપક્ષમાં ખુશીનો માહોલ છે.આજે દ્ગજીેંૈં દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર ફટાકડા ફોડીને કાયદા રદ થવાની ઉજવણી કરવામાં આવી હતી.
More Stories
ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઈનિશિએટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કી આશ કેન્દ્રનું ઉદઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી
જૂનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્યભાસ્કર – જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે Drawing Against Drugs” નુ આયોજન કરવામાં આવ્યું
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો