(ડી.એન.એસ), નવી દિલ્હી ,તા.૦6,
વિશ્વભરમાં કોરોના મહામારીના વાયરસથી સંક્રમિત દર્દીઓને ઓક્સિજનના સપોર્ટ પર જીવતા રાખવા પડી રહ્યા છે. વર્તમાન સમયમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની કમી થઈ ગઈ છે અને ઓક્સિજન સિલિન્ડર પણ ન મળવા પર લોકોએ પોતાની જાન ગુમાવવી પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બમ્હોરી વન વિભાગે બે સાગના ઝાડ કાપીને વન સંપદાને નુકસાન પહોંચાડનારા છોટેલાલને દંડ ફટકાર્યો છે.કોરોના કાળમાં ઓક્સિજનની કમીથી આખો દેશ હેરાન છે. અત્યારે ઘણા લોકો ઝાડનું મહત્ત્વ સમજ્યા વગર અંધાધુંધ ઝાડોને કાપી રહ્યા છે. તેવામાં ઝાડના મહત્ત્વને સમજાવવા માટે વન વિભાગે સખ્ત તરીકો અપનાવ્યો છે. અસલમાં, મધ્ય પ્રદેશના રાયસન જિલ્લાના બમ્હોરીમાં બે ઝાડ કાપવા પર એક આરોપી પર એક કરોડ ચાર લાખનો દંડ લગાવવામાં આવ્યો છે. એક ઝાડની ઉંમર ૫૦ વર્ષ માનીને તેમની ઉપયોગિતાના આધાર પર નક્કી કરી દંડની રકમ નક્કી કરવામાં આવી છે. વન વિભાગે આરોપી છોટેલાલને ૧,૨૧,૦૭,૭૦૦ રૂપિયાનો દંડ ફટકારીને કોર્ટમાં ચલણ પેશ કર્યું છે. જેથી લોકો ઝાડના મહત્ત્વને સમજી શકે. વન વિભાગના અધિકારીઓએ આ દંડ એક ઝાડની ઉંમર ૫૦ વર્ષની હોવાનું માનીને નક્કી કરી છે. બમ્હોરી વન પરિક્ષેત્ર અધિકારી મહેન્દ્ર કુમાર પલેચાએ કહ્યું છે કે એક ઝાડની સરેરાશ ઉંમર ૫૦ વર્ષની હોય છે તેવું માનવામાં આવે છે. આ રીતે એક ઝાડ આ ૫૦ વર્ષમાં આપણને ૫૨,૦૦,૪૦૦ રૂપિયાની સુવિધા આપે છે. તેમણે કહ્યું કે ડાયરેક્ટર જનરલ કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનની સ્ટડી પ્રમાણે એક ઝાડનું આયુષ્ય ૫૦ વર્ષનું હોય છે. આ સ્ટડી પ્રમાણે આ ૫૦ વર્ષોમાં એક ઝાડ ૧૧,૯૭,૫૦૦ રૂપિયાનું ઓક્સિજન વાતાવરણમાં છોડે છે, જે લોકો માટે પ્રાણવાયુનું કામ કરે છે. આ ઝાડ આટલા વર્ષોમાં ૨૩,૬૮,૪૦૦ રૂપિયાનું એર પોલ્યુશન નિયંત્રણ કરી આપણને મદદ કરે છે. જ્યારે ૧૯,૯૭,૫૦૦ રૂપિયાના મુલ્યનું ભૂ-ક્ષરણ નિયંત્રણ વધારવામાં સહયોગ આપે છે. એક ઝાડ વરસાદના પાણીને રોકવામાં ૪,૩૭,૦૦૦ જેટલા રૂપિયાની મદદ કરે છે. આ રીતે એક ઝાડ ૫૦ વર્ષમાં આપણને ૫૨,૦૦,૪૦૦ રૂપિયાથી અધિકનો ફાયદો પહોંચાડે છે. આથી આરોપી છોટે લાલ પર સાગના બે ઝાડ કાપવાને કારણે ૧,૨૧,૦૭,૭૦૦ રૂપિયાનો દંડ ફટકારીને ૨૬ એપ્રિલના રોજ કોર્ટમા આ ચલણ પેશ કરવામાં આવ્યું હતું. જેથી ઝાડ કાપવાથી થતા નુકસાનના આધાર પર આરોપીને કડી સજા મળી શકે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો