* ત્રણેય તાલુકામાં નોડલ અને ટીમ લીડરની પણ નિમણુંક કરાઈ
તા.૨૬-૧૦-૨૦૨૧ નેત્રંગ
ખેતીમાં નુકસાન બાબતના સવઁમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાનો આખરે સમાવેશ કરાતાં ખેડુતોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ જુન માસમાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે મેધરાજાનું ધમાકેદાર આગમન થતાં ખેડૂતોએ હોંશભેર ખેતર ખેડીને સોયાબીન,કપાસ,શેરડી જેવા પાકનું વાવેતર કયુઁ હતું.પરંતુ ત્યારબાદ મેઘરાજા ગાયબ થતાં ખેડુતોના માથે ચિંતાના વાદળો બંધાયા હતા.આ વષઁ ચોમાસું નબળું રહેશે તેવું લાગી રહ્યું હતું.પરંતુ સપ્ટેમ્બર માસમાં એકાએક મેઘરાજા ફરીવાર સક્રિય થતાં સમગ્ર ભરૂચ જીલ્લામાં સપ્ટેમ્બર માસમાં દરમ્યાન ધોધમાર વરસાદ પડ્યો હતો.જેમાં ખેતીમાં વાવણી કરેલ પાકને ભારે નુકશાન પહોંચ્યાના અહેવાલ મળ્યા હતા.
જેમાં ગાંધીનગર ખાતે મળેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરૂચ જીલ્લા વાગરા,હાંસોટ,અંકલેશ્વર,આમોદ,જંબુસર અને ભરૂચ તાલુકામાં વરસાદી પાણીથી થયેલ નુકશાન બાબતે સવઁ કરીને કામગીરી હાથ ધરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણુંક કરીને રિપોર્ટ કરવાની કામગીરી સોપવામાં આવી હતી.પરંતુ આ સવઁની કામગીરીમાં ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને બાકાત રખાતા ખેડુતોમાં રોષ જણાઇ રહ્યો છે.આ બાબતે ભરૂચ જીલ્લા ભાજપના પુવઁ પ્રમુખ બળવંતસિંહ ગોહિલે જીલ્લા પ્રભારી મંત્રી-કૃષિ મંત્રીને રજુઆત કરીને નુકસાન બાબતની સવઁની કામગીરીમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી રજુઆત કરાઇ હતી.જેમાં નુકસાની બાબતના સવઁ
કરીને વળતર ચુકવણીમાં ત્રણેય તાલુકાનો સમાવેશ કરતાં ખેડુતોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.