સુરત:મંગળવાર: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ અને બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૩ વયની મર્યાદા ધરાવતા ભાઈઓ ૧૭૩+ અને બહેનો ૧૬૬+, ૧૪ વયના ભાઈઓ ૧૭૯+ અને બહેનો માટે ૧૭૧+, ૧૫ વયના ભાઈઓ માટે ૧૮૪+ અને બહેનો માટે ૧૭૩+, ૧૬ વયના ભાઈઓ માટે ૧૮૭+ અને બહેનો માટે ૧૭૫+ ઉચાઈ ધરાવતા ભાઈ-બહેનોએ તા.૩૦-૧૦-૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નગર પ્રાથમિક સ્કુલ નં.૮/૯ નાં કમ્પાઉન્ટ આઈ.ટી.આઈ. પાછળ મજુરાગેટ, સુરત ખાતે બાસ્કેટબોલ કોર્ટ ઉપર પોતાની ઉંમરના પુરાવા સાથે હાજર રહેવું. વધુ માહિતી માટે ખેલાડીઓએ વોલીબોલ-કોચશ્રી અયાઝ કુરેશી મો.૮૪૬૦૮ ૧૨૭૩૭ અને શ્રી.પ્રતિક દાલીયા મો.૯૭ર૭૦ ૬૪૩૫૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચની યાદીમાં જણાવાયું છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.