November 21, 2024

સમાજના છેવાડાના માનવી સુધી સરકારશ્રીની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો ઝડપથી અને સમયસર પહોંચે તે રીતની કાર્યપધ્ધતિ વિકસાવવા જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ખાસ હિમાયત

Share to





જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મોદીએ વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ સહિત “ટીમ નર્મદા” સાથે યોજેલી બેઠક


રાજપીપલા, મંગળવાર :- ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ તાજેતરમાં રાજપીપલા કલેકટરાલય ખાતે જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજીને સમાજના છેવાડાના માનવી સુધી સરકારશ્રીની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો ઝડપથી અને સમયસર પહોંચે તે રીતની કાર્યપધ્ધતિ વિકસાવવાની ખાસ હિમાયત કરી હતી.

ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદશ્રીમતી ગીતાબેન રાઠવા, ભરૂચ દૂધ ધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યાજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત એસ.ટી.વિભાગ દ્વારા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી લોકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના રૂટ પર બસો ફાળવવા, વિદ્યાર્થીઓને જાતિના દાખલા સમયમર મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, કરજણ જળાશય દ્વારા છોડાયેલ પાણીથી માર્ગોને થયેલી નુકસાની તથા ખેડૂતોના પાકને થયેલી નુકસાનીની સર્વેલન્સની કામગીરી સત્વરે હાથ ધરી પૂર્ણ કરવા મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ભરૂચ દૂધ ધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે જિલ્લાના માર્ગ-મકાન વિભાગ, એસ.ટી., સિંચાઇ તેમજ વિદ્યાર્થીઓને જાતિના આવકના દાખલા ઝડપથી મળી રહે તે માટે બેઠકમાં કરાયેલી રજૂઆતના ઉકેલ માટે હકારાત્મક અભિગમ ધ્વારા પ્રજાકીય પ્રશ્નોના સુખદ અને સુચારા ઉકેલ માટે ચર્ચા-વિચારણા કરાઇ હતી અને મંત્રીશ્રી ધ્વારા જરૂરી સૂચનાઓ અપાઇ હતી.
૦૦


Share to

You may have missed