November 21, 2024

ઝઘડીયાના જૂની તરસાલી ગામ નજીક નર્મદાનદી કિનારે બે મગર એકસાથે દેખાતા માછીમારો ભયભીત

Share to

ઝઘડીયા તાલુકાના જૂની તરસાલી ગામ નજીક નર્મદા નદીમાં માછીમારી કરવા ગયેલા એક માછીમારને સામે પાર આવેલ ઓઝ ગામના નર્મદા નદી કિનારે બે મગર એકસાથે દેખાતા માછીમારોમાં પણ ભયની લાગણી જોવા મળી હતી...

માછીમાર ના જણાવ્યા અનુસાર જુના તરસાલી, ઓઝ ઝનોર,ભાલોદ, અશા,સહિત ના ગામના નર્મદા નદીના કિનારા પર રોજ બરોજ મગરો કિનારે બેઠેલા જોવા મળે છે..જેના થી માછી મારી કરવા જતા લોકો માં પણ ભય નો માહોલ સર્જાયો છે..

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો વસવાટ કરે છે ત્યારે ભૂતકાળ ના સમય માં પણ અનેક વાર મગર ના હુમલા થઈ ચુક્યા છે જેમાં કેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવાનો વારો પણ આવ્યો છે તંત્ર દ્વવારા પણ આ વિસ્તારના અનેક ઘાટો પર ચેતવણી ના ભાગરૂપે જાહેર જનતા માટે બોર્ડ પણ લગાવામાં આવ્યા છે પરંતુ આ ચેતવણી ને અવગણી ને લોકો આ વિસ્તાર માં નાહવા અને માછી મારી કરવા ઉતરતા હોઈ છે જેના કારણે કેટલાય લોકો નો મગર દ્વારા હુમલો કરાતા લોકો ના પ્રાણ પણ જતા રહ્યા છે..


Share to

You may have missed