તા.૦૩-૧૦-૨૦૨૧ નેત્રંગ,
નેત્રંગ આમ આદમી પાર્ટી દ્વારા હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
નેત્રંગમાંથી અંક્લેશ્વર બુરહાનપુર નેશનલ હાઇવે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો સ્ટેસ્ટ હાઇવે આવેલો છે. આ બને હાઇવે ઉપર બે બે ફુટ ઉંડા ખાડા પડી ગયા છે. હલકી કક્ષાના મટીરિયલ વાપરીને ભારે ગોબાચારી આચરી હોવાનું દેખાઈ આવે છે. રોડ બન્યો અને એક વર્ષ કરતાં પણ ઓછો સમય થયો તેમ છતાં રોડ ઉપર બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા. બીજેપીની વર્ષો જૂની વોટ મેળવવાની રીત વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી નારા ઉચ્ચારવામાં આવ્યાં હતાં. જ્યાં બિરયાની મેં બીક જાવો ગે તો એસે હી રોડ પાવો ગે , દારૂ મેં બીક જાવો ગે તો એસે હી રોડ પાવો ગે ,સાડી ડ્રેસ મેં બીક જાવો ગે તો એસે હી રોડ પાવો ગે આવા અનેક સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું. જયારે કિશન વસાવાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરની કામગિરી બાબતે પણ સવાલો ઉભા થાય છે. બીજી તરફ તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. આપ નેતા એ વધુમાં કહ્યું હતું કે સરકારી વેહલી તકે ખાડા પુરાવે નહિતર રસ્તા રોકો આંદોલન કરવામા આવસે. યોગ્ય કામગિરી ન થાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપે ઉચ્ચારી છે
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો