October 21, 2024

સુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધઃ

Share to


સૂરતઃમંગળવારઃ- સુરત શહેરમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું. જે મુજબ પોલિસ કમિશનરેટ વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તેમજ જાહેરમાં ઉશ્કેરણી કરે અને લાગણી દુભાય તેવા અભદ્ર, દ્વિઅર્થી ભાષા પ્રયોગ કરવા પર તા.૨૯ સપ્ટે.૨૦૨૧ ના સવારે ૬:૦૦ વાગ્યેથી ૧૩ઓક્ટો.૨૦૨૧ ના રાત્રી ૧૨:૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


Share to

You may have missed