* પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથધરી
નેત્રંગ તાલુકાના એક ગામે રહેતી પીડીત યુવતી સાત-આઠ વર્ષ પહેલા ચાસવડની એક શાળામાં અભ્યાસ કરતી હતી,અને કુપ ગામનો આશિષ મહેન્દ્ર વસાવા નેત્રંગ ખાતે આવેલ હાઇસ્કુલમાં અભ્યાસ કરતો હોવાથી બંને એકસાથે અપડાઉન કરતાં હોવાથી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.ત્યારબાદ બન્ને પ્રેમીપંખીડાની એકબીજા સાથે અંગત રીતે મુલાકાતો થવા માંડી હતી,અને
અનેકોવખત બંને વચ્ચે શરીર સબંધ બંધાયા હતા.ગતવષઁ દિવાળીના સમયે પીડીત યુવતી માટે ભરૂચમાં સગાઇ માટેનું માંગું આવતા આશિષ મહેન્દ્ર વસાવાએ જણાવેલ કે,આ મારી ફ્રેન્ડ છે તેની સાથે હું લગ્ન કરવા માંગુ છું.તેના બીજી જગ્યાએ લગ્ન કરશો તો ત્યાંથી પણ તેની લઇ આવીશ અને તેની સાથે હું લગ્ન કરી લઈશ.બીજા સાથે લગ્ન થવા દઈશ નહીં.તેમ કહેતા બંને પ્રેમીપંખીડા એકબીજાના ઘરે અવરજવર કરતાં હતાં.એકાએક દિવાળીના દિવસોમાં ગામમાં યોજાતા ગરબા જોવા આશિષ મહેન્દ્ર વસાવાની મમ્મી સંગીતાબેન મહેન્દ્ર વસાવા અને મનિષાબેન વસાવાએ આ કાળીને અમારા ઘરમાં પગ મુકવા દઇએ નહીં તેમ જણાવ્યું હતું.ત્યારબાદ પીડીત યુવતીને આશિષ મહેન્દ્ર વસાવાએ જણાવેલ કે,તારે મરવું હોય તો મરી જા,મારા ઘરમાં તને રાખવાનું ના પાડે છે.ત્યાંથી જતો રહીને વાતચીત કરવાનું બંધ કરી દેતા વિવાદ વકયૉ હતો.
ઉલ્લેખનીય છે કે,આશિષ મહેન્દ્ર વસાવાએ લગ્ન કરી તને મારી જીંદગીમાં પત્ની તરીકે અપનાવીશ તેમ કહીને અવરનવર મળવા અને લગ્નની લાલચ આપીને શરીર સબંધ બાંધ્યા હતા.જેથી પીડીત યુવતીએ નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે બનાવની ગંભીરતા જાણી બળાત્કાર અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો