જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ *૫ તોલા સોનાની લક્કી, ૨ તોલા સોનાનું બ્રેસ્લેટ, ૧ તોલા સોનાની બુટી તથા ચાંદીના સાંકળા મળી કુલ ૮ તોલા સોનાના આભુષણો સહીતની વસ્તુઓ મળી કુલ રૂ. ૬,૫૦,૦૦૦/-ની કિંમતના *ખોવાયેલ આભુષણોને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.._
.
_અરજદાર જયેશભાઇ ગીગાભાઇ જાડેજા ગાંધીગ્રામથી વંથલી તરફ જતા હોય તે દરમ્યાન *જયેશભાઇએ હાથમાં પહેરેલ ૫ તોલા સોનાની લક્કી કિં.રૂ. ૪,૦૦,૦૦૦ ની રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય. નેત્રમ શાખા દ્વારા જયેશભાઇ વંથલી જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા*જયેશભાઇની આશરે ૫ તોલા સોનાની લક્કી કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- ની *અક્ષર મંદિર પાસે પડતી જણાય આવેલ ત્યારબાદ તુરંત જ *એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે લક્કી ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ.જે આધારે તે *બાઇકના રજી.નં. GJ-11-MM-0504 શોધી તે બાઇક ચાલકનો સંપર્ક કરી જયેશભાઇની *૫ તોલા સોનાની લક્કી કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- ની શોધી પરત આપાવેલ._
અરજદાર *ધવલભાઇ મનસુખભાઇ ભડારીયા તાલાલા-ગીરમાં રહેતા હોય*તેમના પત્ની સાથે જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ હોય ધવલભાઇ તથા તેમના પત્ની કૃષી યુનીવર્ષીટી પાસે નાસ્તો કરવા માટે રોકાયેલ હોય તે દરમ્યાન *તેમની પત્ની પાસે રહેલ બેગ નાસ્તાની દુકાન પાસે ભુલી ગયેલ હોય*અને ફરીથી ત્યા તપાસ કરતા મળી આવેલ નહી જે *બેગમાં આશરે- ૩ તોલા સોનાનુ બ્રેસ્લેટ, ચાંદીના સાંકડા, ચાંદીની કડલી, 2 ATM કાર્ડ, ઘડીયાળ તથા *રોકડ રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- ના સોના-ચાંદીના દાગીના સહિતનો સામાન હોય. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા *કૃષી યુનીવર્ષીટીની વિસ્તારના કેમેરા ચેક કરતા કોઇ વ્યક્તિ દ્રારા તે પર્સ લીધેલાનુ જણાયેલ, નેત્રમ શખા દ્રારા તેનો સંપર્ક કરી ધવલભાઇ ભંડારીયાનું કુલ કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- ના સોના-ચાંદીના દાગીના*સહિતના સામાનનુ બેગ શોધી પરત આપાવેલ._
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ *CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી અરજદાર જયેશભાઇ જાડેજાની *૫ તોલા સોનાની લક્કી કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- ની તથા અરજદાર *ધવલભાઇ ભંડારીયાનું સોના-ચાંદીના દાગીના સહિતના કુલ કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- ના સામાનનુ બેગ એમ કુલ રૂ. ૬,૫૦,૦૦૦/- ની કીંમતના સોના-ચાંદીના દાગીના સહીતના સામાન*શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ જયેશભાઇ જાડેજા તથા ધવલભાઇ ભંડારીયા ભાવુક થઇ ગયેલ અને પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરેલ._
અત્યારના સમયમાં સોના-ચાંદીના કીંમતમાં ઘણો વધારો થયેલ હોય, સોના-ચાંદીની મુલ્યવાન વસ્તુ ખોવાય જાય તો મળવી ખૂબ જ કપરી હોય. નેત્રમ (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ તથા તેમના સ્ટાફ દ્રારા પોતાના પરીવારના સભ્યના જ સોના-ચાંદીના દાગીના ખોવાયા હોત તો તેની માનસીક સ્થીતી કેવી થાય? તેવુ વિચારી ખોવાયેલ દાગીના અરજદારને તાત્કાલીક પરત મળી જાય તે માટે અથાક મહેનત કરી ગણતરીની કલાકમાં જ અરજદારોના સોના-ચાંદીના દાગીના શોધી પરત અપાવ્યા. જયેશભાઇ જાડેજા તથા ધવલભાઇ ભંડારીયાને આટલી ઝડપથી પોતાના સોના-ચાંદીના દાગીના પરત હાથમાં જોઇ બંને અરજદાર તથા તેમના પરીવારની આંખોમાં ખુશી છલકાઇ આવેલ હોય અને નેત્રમ શાખા ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા હોય.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ ૮ તોલા સોનાના દાગીના સહીત કુલ કિં.રૂ. ૬,૫૦,૦૦૦/- ના આભુષણો પરત કરેલ હતા.
_*પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ સાહેબ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, હાર્દીકભાઇ સિસોદીયા, વુ.પો.કોન્સ. પાયલબેન વકાતર
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન