November 30, 2024

વડોદરામાં સગીરા પર ગેંગરેપના નરાધમો ઝડપાયા: આરોપીઓમાં ઉત્તરપ્રદેશના 3 વિધર્મી,

Share to

ભાયલીમાં બીજા નોરતે 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું
ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, આ ઘટનાના 48 કલાક બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપશે.

દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી વિધર્મ આરોપીઓ લઘુમતી વસ્તી ધરાવતાં તાંદલજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ નરાધમો સહિત તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી વિધર્મ હોવાનું સામે આવ્યું છે. અને આ વિધર્મીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમાં ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. લઘુમતી વસ્તી ધરાવતો તાંદલજા વિસ્તારથી ભાયલી નજીક છે. અંદાજે ત્રણથી સાડા કિલોમીટર થાય છે.
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, હાલ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. વેરીફાઈ થઇ ગયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીઓ POP કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
શું છે સમગ્ર ઘટના

વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરના રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.
5 યુવાનો દારૂની મહેફીલ માણતા હતા

ભાયલી-બીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની બની હતી. તે ઘટના નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી 5 યુવાનો દારૂની મહેફિલ માણતા હતા. આ 5 યુવાનોએ ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા હતાં. 5 યુવાનો પૈકી 2 યુવાનો બાઇક લઇ જતા રહ્યા હતા. જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાનો સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા.


Share to

You may have missed