November 21, 2024

રાજપીપલાની એમ.આર વિદ્યાલયમાં S.V.S જિલ્લા કક્ષા નું 26મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Share to

ઈકરામ મલેક: રાજપીપળા

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી સમાજ ઉપયોગી બનાવવા અને તેને સાચા અર્થમાં સાર્થક કરવા ના હેતુ થી રાજપીપળા ની એમ.આર વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા, તથા S.V.S કક્ષા નર્મદા તેમજ શ્રી. એમ.આર વિદ્યાલય રાજપીપલા ના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું 26મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.

કાર્યક્રમ ને વિદ્યાર્થીઓ દવારા રજૂ કરાયેલા સંગીત અને પ્રાર્થના દ્વારા શરૂ કરાયું હતું, આ કાર્યક્રમમાં નાંદોદ ના એમ.એલ.એ ડો.દર્શના બેન દેશમુખ, ડેડીયાપાડા ના એમ.એલ.એ ચૈતરભાઈ વસાવા, તેમજ નાંદોદ ના પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય શેખ સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.કિરણબેન પટેલ, સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નું સ્વાગત શાળા આચાર્ય યોગેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારે ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું, ત્યારબાદ સૌ પ્રદર્શનને નિહાળ્યું હતું અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ૫૦ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વિભાગ-૧ (ખોરાક, આરોગ્ય અને સફાઈ)માં કુલ ૧૪ કૃતિઓ, વિભાગ-૨ (પરિવહન અને સંચાર)માં કુલ ૧૧ કૃતિઓ, વિભાગ-૩ (પ્રાકૃતિક ખેતી)માં ૧ કૃતિ, વિભાગ-૪ (ગાણિતિક નમૂનાઓ)માં ૧૧ કૃતિઓ, વિભાગ-૫ (આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપન)માં કુલ ૧૩ કૃતિઓ SVS કક્ષાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ નિર્ણાયકો તથા મહેમાનોને પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં ૫૦ શિક્ષકો તથા ૧૫૦ બાળ વૈજ્ઞાનિકો, મહેમાનો તથા શાળાનાં તમામ વિદ્યાર્થીઓએ સુરુચિ પૂર્ણ ભોજન લીધું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને આજુ-બાજુની તમામ શાળાના લગભગ ૫૦૦ જેટલા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ મુલાકાત લીધી હતી.

માધ્યમિક વિભાગની ૧૦ કૃતિઓ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ૫ કૃતિઓને વિજેતા જાહેર કરાઈ હતી. જે હવે પછી જિલ્લા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીમાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે.


Share to

You may have missed