ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઠાસરા પંથકમાં મહિસાગર નદીની કોતરમાં ચાલતા દારૂના ‘લાઈવ કટીંગ’ પર દરોડો પાડી જંગી માત્રામાં વિદેશી દારૂની બોટલો કબ્જે કરી છે. બુટલેગર માફીયાઓ દ્વારા ચાલી રહેલા આ દારૂના કંટીગમાં પોલીસે દરોડો પાડી પ્રવૃત્તિને ઉઘાડી કરી છે. અડધા કરોડ ઉપરાંતના વિદેશી દારૂ સાથે કન્ટેનર તેમજ બે વાહનો પણ પોલીસે કબ્જે લીધા છે. આ બનાવમાં 4 લોકો વોન્ટેડ છે જ્યારે છીકારીયાનો બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે જંગી વિદેશી દારુના જથ્થા સાથે કુલ રૂપિયા 75 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નજીકમાં થર્ટી ફર્સ્ટ આવી રહી હોય જિલ્લા પોલીસ એક્શન મોડમાં છે. આ અનુસંધાને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસો ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ગુપ્ત રાહે પોલીસને બાતમી મળી હતી કે, ઠાસરા તાલુકાના વમાલી ગામની સીમમાં મહીસાગર નદીની કોતરમા ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે. આથી પોલીસે સોમવારે વહેલી સવારે ઉપરોક્ત સ્થળે પોતાની ટીમ દ્વારા દરોડો પાડ્યો હતો. જ્યાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટીંગ થતું હતું અને ત્યાં હાજર બુટલેગરોમાં નાશભાગ મચી ગઈ હતી.
પોલીસે અહીંયાથી રાજસ્થાન પાર્સિગની અશોક લેલન ટેન્કર નંબર (RJ 06 GA 6774) તેમજ વડોદરા પાર્સિગની મહેન્દ્રા પીકઅપ ડાલુ નંબર (GJ 06 AZ 0575) અને એક ખેડા જિલ્લા પાર્સિગની ઈકો કાર નંબર (GJ 07 DA 1420)ને કબ્જે કરી છે અને આ દરોડામાં આરોપી સંજયકુમાર રામાભાઇ પરમાર (રહે.છીકારીયા, તા. ગળતેશ્વર)ને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે અહીંયા હાજર ઈશ્વર ઉર્ફે ઈસો મનુભાઈ પરમાર (રહે.બળેવિયા, તા.ગળતેશ્વર), વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવ (રહે.આગરવા, તા.ઠાસરા), ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અશોકભાઈ રાઠોડ (રહે.કોતરીયા, તા.ઠાસરા) અને અશોક લેલન ટેન્કરના ચાલક ફરાર થયા છે.
પોલીસે આ ઓઈલના ટેન્કરની તલાસી લેતા તેમાં બનાવેલ એક ખાનામાંથી ઇંગ્લિશ દારૂને બોક્સ નંગ 1222 મળી આવ્યા હતાં. જેની ગણતરી કરતા કુલ રૂપિયા 58 લાખ 65 હજાર 600નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ઉપરોક્ત દારૂ સાથે ઉપરોક્ત ત્રણેય વાહનો તેમજ ઝડપાયેલા એક બુટલેગરના ખિસ્સામાંથી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 75 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં પોલીસના સંકંજામાંથી ફરાર થયેલા આરોપીઓને શોધખોળ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓઈલના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે.
મહત્વનું છે કે ઉપરોક્ત વાહનો પૈકી રાજસ્થાન પાર્સિંગની ટેન્કર હોય ત્યાંથી વિદેશી દારૂ લાવવામાં આવ્યો હોવાનું અને આ દારૂનો જથ્થો વડોદરા તેમજ ખેડા જિલ્લામાં સપ્લાય કરાતો હોવાની વિગતો પકડાયેલા વાહનો પરથી લાગી રહ્યું છે. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ સાંભળી વોન્ટેડ આરોપીઓની પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
More Stories
* નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ * નદી-નાળામાં ધોડાપુર આવતા કાંઠા વિસ્તારના ગામો સંપર્કવિહોણા બન્યા * બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લોથી અનેક ગામો એલર્ટ કરાયા
આજ રોજ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ
રાજપીપળા-વડોદરા સ્ટેટ હાઇવે પર જેસલપુર ગરનાળા ઉપરનો રોડ બેસી જતાં માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામ કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરી રસ્તા પરના પાણીનો નિકાલ કરાયોઃ નાંદોદના ધારાસભ્ય તથા પ્રભારી સચિવ એ સ્થળ મુલાકાત કરી