November 21, 2024

ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન અને ચેતના સંસ્થા દ્વારા ” પોષણ માસ” ની ઉજવણી કરવામાં આવી

Share to

ચેતના સંસ્થા દ્વારા 1સપ્ટેબર ના રોજ લિંભેટ પ્રાથમિક શાળા થી પોષણ માસ ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો..

પ્રતિનિધિ / સતીશ વસાવા , દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
પોષણ માસ સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ પોષણ માસ ઉજવણી ની થીમ – *”સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારત”* જે અંતર્ગત ઝઘડિયા તાલુકા ના 17 ગામોમાં ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન દ્રારા સામાજિક જવાબદારી ભાગરૂપે ચાલતા ખુશાલી સેહત પ્રોજેકટ અને DCC પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા દ્વારા 1સપ્ટેબર ના રોજ લિંભેટ પ્રાથમિક શાળા થી પોષણ માસ ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

અને 30 સપ્ટેમ્બર ઝઘડિયા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ પોગ્રમામાં બાળકો, મહીલાઓ અને કિશોરીઓ એમ કુલ 973 લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

પોષણ અને આરોગ્ય અંગે જાગૃતી લાવવા ગામમા પોષણ રથ ફેરવવામાં આવ્યો , વિવિધ સ્ટોલની ગોઠવણી કરવામા આવી વજન ઉચાઈ , ગોથચાટૅ અંગે સમજૂતી, ચેતના સંસ્થા નુ IEC મટીરીયલ અંગે સમજૂતી, રીગ ફેંકી ઇનામ જીતો, પૌષ્ટિક વાનગી સ્પધૉ, પોષણ સંબંધિત સાપ સીડી અને લાઈટ ગેમ ,કિશોરી ઓ સાથે પોષણ થીમ પર ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ માંથી નર્સ બેન, આશા ફેસિલિટેટર, આશાવર્કર, ICDS વિભાગ માંથી CDPO , આંગણવાડી વર્કર અને હેલ્પર અને ખુશાલી સેહત ટીમ એ સક્રિય પણે ભાગ ભજવ્યો હતો…


Share to

You may have missed