October 17, 2024

ઝઘડિયા ખાતે વિજપોલ મકાન ઉપર ધરાસાઈ થતાં મકાનને નુકસાન થવા પામ્યું હતું ..

Share to

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રેલવે ફળિયામાં ગત રોજ પડેલ વરસાદના કારણે એક વીજપોલ ધરાસાઈ થઈ જતા એક કાચા મકાનને નુકસાન થવા પામ્યું હતું… ગતરોજ થી પડી રહેલ ભારે વરસાદના કારણે આજે મળસકે વિજકંપની નો એક વિજપોલ વાયોવૃદ્ધ મહિલા કાળીબેન મોહનભાઇ વસાવા ના કાચા મકાન ઉપર પડતા આખું મકાન ધરાશાઈ થઈ જતા મકાનની છત જમીનદોષ થઈ ગઈ હતી..

ત્યા રહેતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વીજપોલ પડી જાય તેવી પરિસ્થિતિ ના કારણે વારંવાર વીજ કચેરી ખાતે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં વીજ કચેરી ના અધિકારીઓ નું પેટનું પાણી ના હલ્યું આવા જોખમી અને ચાલુ લાઈન મા વીજ કંપની દ્વારા કોઈપણ જાતના તકેદારીના પગલાં ભરવામાં આવ્યા નથી જેથી વીજ કંપની ની બેદરકારી ના પાપે આજરોજ વીજપોલ એક વૃદ્ધા ના મકાન ઉપર ધરાશાઈ થતા મકાનની છતને ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે સવાલ એ છે કે આ વીજ પોલ નમેલી હાલત મા હતો કે કેમ તે એક તપાસ નો વિષય છે અને જો તેમ નથી તો વીજ કર્મચારીઓ ને તેને લઈ કોઈ કામગીરી કરી કેમ નથી તે પણ તપાસ થવી જરૂરી છે..જોકે સદનસીબે કોઈ જાનહાની ના સર્જાતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો પરંતુ ગરીબ મકાન માલિકને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ બાબતે વીજ કંપની દ્વારા પીડિત ઘર માલિક ને વડતર મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે..


Share to

You may have missed