September 11, 2024

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS અને નાસકોમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘ડિજિટલ અને નાણાકીય લીટરસી’ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Share to

જયદિપ વસાવા , ડેડીયાપાડા



તારીખ 13/07/2013, ગુરુવાર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ના પ્રિન્સિપાલ ડો. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ. અને નાસકોમ ફાઉન્ડેશન દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે ‘ડિજિટલ અને નાણાકીય લીટરસી’ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમા મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ વાઘેલા અને ભરતભાઈ વસાવા ડિજિટલ લાઈબ્રેરી અને ઈ-ગવર્નેસ, સાઇબર ક્રાઇમ અને સીક્યુરીટી અંગે વિદ્યાર્થીઓની માહિતગાર કર્યા હતા. જેમાં વિનયન પ્રવાહમાં અભ્યાસ કરતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહ ના પ્રથમ અને દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ સાથે તમામ કોલેજ સ્ટાફ હાજર રહ્યા હતા.


Share to

You may have missed