November 21, 2024

ઝઘડિયા તાલુકાના વાસણા ગામના મહિલા ખેડૂતની જમીન પચાવી પાડવા બાબતે લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવા લેન્ડ ગ્રેબિગ સમિતિ ભરૂચ કલેકટર કચેરી ભરૂચ દ્વારા આદેશ.

Share to

૨૬ જુન ૨૦૨૩

ઝઘડિયા તાલુકાના વાસણા ગામના મહિલા ખેડૂત સુરમીબેન ઈશ્વરભાઈ વસાવા દ્વારા તા. ૧૮-૭-૨૦૨૨ ના રોજ ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ- ૨૦૨૦ હેઠળ ઓનલાઈન અરજી કરી રજૂઆત કરી હતી. જે અન્વયે લેન્ડ ગ્રેબિગ સમિતિના અધ્યક્ષ અને કલેકટર શ્રી ભરૂચના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જીલ્લા લેન્ડ ગ્રેબિગ સમિતિની

તા. ૫-૬-૨૦૨૩ ની બેઠકમાં મુદ્દા નં ૧૪ થી થયેલ ચર્ચા અનુસાર જમીન પચાવી પાડનાર સામેવાળાનો સવાલવાળી અરજદાર સુરમીબેન ઈશ્વરભાઈ વસાવા ની જમીનમાં કોઈપણ પ્રકારની માલિકી હક્ક ના હોવા છતાં ગેરકાયદેસર રીતે જમીન ઉપર સામાવાળાએ કબજો કરી ભોગવટો ચાલુ રાખી પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ- ૨૦૨૦ ની કલમ – ૨ ના (ઘ) તથા (ચ) મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ લેન્ડ ગ્રેબિગનો ગુનો બનતો હોવાથી ૨૫-૬-૨૦૨૨ ની અરજી અને તા. ૦૫-૦૬-૨૦૨૩ ની કાર્યવાહી નોંધ આધારે પોલીસ ફરિયાદ દાખલ કરી એફ.આઈ.આર. નોંધાવવા હુક્મ કરવામાં આવ્યો હતો.

જે અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ હેઠળની કલમો ૩, ૪(૩), ૫(૬) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં ખાતા નં ૨૫૩ વાળી જમીનના સર્વે નંબર ૧૪૧ તથા ૨૭૧ માં બીન અધિકૃત રીતે કબજો જમાવી જમીન પચાવી પાડનાર (૧) રૂપસીંગભાઈ છોટીયાભાઈ વસાવા (૨) સંદિપભાઈ રામસીંગભાઈ વસાવા બન્ને રહે. વાસણા તા. ઝઘડિયા જી. ભરૂચ (૩) મનુભાઈ રામોલભાઈ વસાવા રહે. મોરણ તા. ઝઘડિયા જી. ભરૂચ ના સહિતના ઈસમો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share to

You may have missed