November 22, 2024

જૂનાગઢના રહેવાસી જ્યોતિષ કુમાર નિમાવત નો રૂપિયા 60,000 નો દોઢ તોલા સોનાનો ચેન રસ્તામાં ખોવાઈ જતા જુનાગઢ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શોધીને અરજદારને પરત કર્યો

Share to





💫 _*દોઢ તોલા સોનાનો ચેન કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો ખોવાતા, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ..*_

💫 _*અરજદાર જ્યોતિષકુમાર ગુલાબદાસ નિમાવત જૂનાગઢ ખાતે રહેતા હોય અને પોતાના પરિવાર સાથે ભવનાથ ફરવા ગયેલ હોય, તે દરમ્યાન જ્યોતિષભાઇની પત્નીનો સોનાનો ચેન કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો રસ્તામાં પડી ગયેલ હોય,* જે સોનાનો ચેન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય જેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. દેવેનભાઇ સિંધવ, અંજનાબેન ચવાણ, કિંજલબેન કાનગડ, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી *જ્યોતિષભાઇ નિમાવત જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ભવનાથ મંદીર પાસે તેઓનો સોનાનો ચેન પડતો હોય તેવું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ. ત્યાર બાદ તુરંતજ ૧ અજાણ્યા ફોરવ્હીલ ચાલક દ્રારા તે સોનાનો ચેન ઉઠાવી લેવાનુ ધ્યાને આવેલ. જે આધારે ફોરવ્હીલ ચાલક નો વાહન રજી. નંબર GJ 18 AB 1031 શોધેલ હતા.*_

💫 _*જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા ફોરવ્હીલ ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછ પરછ કરતા સોનાનો ચેન તેમની પાસે હોવાનુ જણાવેલ, પોલીસ દ્રારા ફોરવ્હીલ ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ હતો જ્યોતિષકુમાર નિમાવતનો દોઢ તોલા સોનાનો ચેન કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો રિકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી જ્યોતિષકુમાર નિમાવત પ્રભાવિત થયેલ અને નેત્રમ શાખા પોલીસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…*_

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા જ્યોતિષકુમાર ગુલાબદાસ નિમાવતનો દોઢ તોલા સોનાનો ચેન કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે..*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to