DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માંડવી તાલુકાના કાલીબેલ ગામની સિમમાં આવેલ માયા તળાવમાં નાહવા પડેલા આધેડનું ડૂબી જતાં મોત…

Share to

ત્રણ મિત્ર માયા તળાવમાં નાહવા પડ્યા હતા

માંડવીના કાલીબેલ ગામે આવેલા માયાતળાવમાં ત્રણ મિત્રો નાહવા ગયા હતા. પરંતુ ખોડાંબા ગામનો 45 વર્ષનો આધેડ આકસ્મિક રીતે ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના ખોડાંબા ગામના ડુંગરી ફળિયામાં રહેતા ગિરીશ કિશન ગામીત (ઉ.વ.45) કાલીબેલ ગામે બે મિત્ર સાથે બાઈક પર ગયા હતા, અને બપોરે બારેક વાગ્યાના સમયે માયા તળાવમાં ત્રણેય મિત્રો નાહવા માટે જતાં પાણીમાં તરતા- તરતા એક છેડેથી બીજા છેડા તરફ જતા હતા.

ત્રણેય મિત્રો જતા હતા ત્યારે ગિરીશ ગામીત અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. જે અંગેની જાણ માંડવી પોલીસ સ્ટેશનમાં કરતાં બીટના જમાદાર સતીશ ચૌધરી, સન્નત ગામીતે સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં લાશની શોધખોળ કરાવી હતી. અંતે ગિરીશ ગામીતનો મૃતદેહ મળી આવતાં માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પી.એમ. કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટર… નિકુંજ ચૌધરી
#DNSNEWS

દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed