*_દિવ્યાંગ વ્યક્તિના ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા સાથેનો થેલો ખોવાતા, નેત્રમ શાખા તથા જુનાગઢ તાલુકા પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી શોધી પરત આપેલ._*
_કીરીટભાઇ નાથાભાઇ રૂપારેલીયા જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય, *પોતે બંને પગે દીવ્યાંગ હોવા છતા હીંમતભેર ધંધો કરી અને પરીવારનુ ગુજરાન ચલાવે છે. તા. ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે પોતાના ઘરેથી દુકાને જવા નીકળેલ, તેમની સાથે ૧ થેલો હતો કે જેમાં ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા અન્ય ઉઘરાણીના બીલો, અન્ય અગત્યના દસ્તાવેજો સહીતનો સામાન હતો. દુકાને પહોંચ્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની એક્ટીવામાં રાખેલ થેલો રસ્તામાં ક્યાંક પડી ગયેલ,* ફરીથી તેઓ તે જ રૂટ ઉપર તપાસ કરતા આ થેલો તેમને મળેલ નહી. તેઓ વ્યથીત થઇ ગયેલ અને આ બાબતની જાણ તેમણે જૂનાગઢ તાલુકાના પી.એસ.આઇ. શ્રી એસ.એ.ગઢવીને કરતા પી.એસ.આઇ. શ્રી એસ.એ.ગઢવી દ્રારા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
_જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકાના પી.એસ.આઇ. એસ.એ.ગઢવી, પોલીસ કોન્સ. પ્રવીણસીંહ મોરી તથા રાજુભાઇ કટારા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હે.કો. કીરણભાઇ રાઠોડ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, શીલ્પાબેન કટારીયા, વીક્રમભાઇ ચાવડા, એન્જીનીયર નીતલબેન મેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી *કીરીટભાઇ નાથાભાઇ રૂપારેલીયા જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા તે થેલો ૧ વાહન ચાલક દ્રારા લીધેલ હોવાનુ ધ્યાને આવેલ,* તે વાહન ચાલકના નંબર GJ 11 SS 0770 શોધેલ. પોલીસ દ્વારા તે વાહન ચાલકનો સંપર્ક કરી અને આકરી ભાષામાં પૂછપરછ કરતા હમીરભાઇ રહેમાનભાઇ આગવાન દ્રારા કબુલાત આપેલ કે તેમને આ થેલો ખામધ્રોળ રોડ ઉપરથી મળેલ પરંતુ આ થેલાના માલીક કોણ છે? તેની જાણ તેમને ન હતી. *નેત્રમ શાખાના અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા દિવ્યાંગ વ્યક્તિ કિરીટભાઈ રૂપારેલિયાના ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા તથા અન્ય ઉઘરાણીના કાગળો સહીતના દસ્તાવેજ સાથેનો થેલો પરત અપાવેલ.*_
_*જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ તથા જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા તથા અન્ય ઉઘરાણીના કાગળો સહીતના દસ્તાવેજ સાથેનો થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી કીરીટભાઇ નાથાભાઇ રૂપારેલીયા પ્રભાવિત થયેલ અને ખુબજ ભાવુક થઇ ગયેલ હતા અને તેમણે જણાવેલ કે આટલી કીંમતી વસ્તુનો થેલો પાછો મળશે તેવી તેમણે આશા છોડી દીધેલ અને નેત્રમ શાખા તથા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…*_
_જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ની પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા કીરીટભાઇ નાથાભાઇ રૂપારેલીયાનો ૪૩,૦૦૦/- રોકડ રૂપીયા તથા અન્ય ઉઘરાણીના કાગળો સહીતના દસ્તાવેજનો થેલો સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે..*_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દુરદર્શન ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી